બોડેલી તાલુકાના ધોડીવાવ દૂધ ઉત્પાદક સહકારી સંઘ મંડળી નાં સભાસદો દ્વારા આપવામાં આવેલા આવેદન પત્ર માં જણાવાયું છે, વર્ષ 2007 થી વર્ષ 2021 સુધી માં કોઈ વાર્ષિક સાધારણ સભા યોજવામાં આવી નથી, તેમજ ડેરી નાં પ્રમૂખ અને મંત્રી નાં મેળાપીપના થી ગેર કાયદેસર રીતે વાર્ષિક સાધારણ સભા માત્ર કાગળ પર ખોટી રીતે રજૂ કરેલ છે,
વર્ષ 2022 માં યોજાનાર વાર્ષિક સાધારણ સભા મંડળીઓ નાં રજીસ્ટર સાહેબ ની રૂબરૂ માં યોજવામાં આવે જેથી ગામના દૂધ ઉત્પાદક સભાસદો નાં પ્રશ્નો ની યોગ્ય રજુઆત કરી શકાય…
જો 30 સપ્ટેમ્બરની અર્ધ વાર્ષિક સાધારણ સભા અધિકૃત રજિસ્ટર ની હાજરીમાં નહીં યોજાય તો મંડળી ના દ્વારા સભાસદો દ્વારા ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી પણ ઉચારવામાં આવે છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


