Gujarat

છોટાઉદેપુર જિલ્લાની ત્રણ વિધાનસભાની ચૂંટણીને લઇ નિરીક્ષકો નિમાયા

ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણીને અનુલક્ષીને આગામી તા. ૦૫મી, તારીખે યોજાનારી છોટાઉદેપુર જિલ્લાની ત્રણ વિધાનસભાની ચૂંટણીને લઇને જનરલ ઓબ્ઝર્વરની નિમણુંક ભારતના ચૂંટણી પંચ દ્વારા આવી છે.
છોટાઉદેપુર જિલ્લાની ૧૩૭- છોટાઉદેપુર વિધાનસભાના જનરલ ઓબ્ઝર્વર તરીકે ઓમપ્રકાશ બકોરિયા(આઇ.એ.એસ)ની નિમણુંક કરવામાં આવી છે. તેઓ સર્કીટ હાઉસ, છોટાઉદેપુર ખાતે આવેલા ઓબ્ઝર્વર કંટ્રોલરૂમમાં સવારે ૧૦:૦૦ થી ૧૧:૦૦ વાગ્યા દરમિયાન મતદારોને મળી શકશે. આ ઉપરાંત મતદાતાઓ તેમના મોબાઇલ નંબર ૮૧૬૦૮૩૪૯૬૦ પર અથવા લેન્ડલાઇન નંબર ૦૨૬૬૯-૨૯૯૧૨૪ પર પણ તેમનો સંપર્ક કરી શકશે.
૧૩૮-જેતપુરપાવી વિધાનસભા બેઠકના જનરલ ઓબ્ઝર્વર તરીકે આન્દ્ર વામસી(આઇ.એ.એસ)ની નિમણુંક કરવામાં આવી છે. તેઓ પણ સર્કીટ હાઉસ, છોટાઉદેપુર ખાતે ઓબ્ઝર્વર કંટ્રોલરૂમમાં મતદારોને મળી તેમની ફરિયાદો સાંભળશે. તેઓ સવારે ૧૦:૦૦ થી ૧૧:૦૦ કલાક દરમિયાન નાગરિકોને મળી શકશે. ઉપરાંત તેમના મોબાઇલ નંબર ૮૮૪૯૫૧૪૪૭૪ પર અથવા લેન્ડલાઇન નંબર ૦૨૬૬૯-૨૯૯૧૨૫ પર પણ સંપર્ક કરી શકાશે.
૧૩૯-સંખેડા વિધાનસભા મતવિસ્તારના જનરલ ઓબ્ઝર્વર તરીકે સંજયકુમાર જૈન (આઇ.એ.એસ)ની નિમણુંક કરવામાં આવી છે. તેઓ સર્કીટ હાઉસ, છોટાઉદેપુર ખાતે આવેલા ઓબ્ઝર્વર કંટ્રોલ રૂમ ખાતે મતદાતાઓને મળીને મળી તેમની ફરિયાદો સાંભળશે. તેઓ સવારે ૧૦:૦૦ થી ૧૧:૦૦ વાગ્યા દરમિયાન મતદારોને મળી શકશે. વધુમાં નાગરિકો તેમને તેમના મોબાઇલ નંબર ૮૮૪૯૫૨૬૨૬૨ પર અથવા લેન્ડલાઇન નંબર ૦૨૬૬૯-૨૯૯૧૨૬ પર પણ સંપર્ક કરી શકશે એમ જણાવાયું છે.

રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *