છોટાઉદેપુર જિલ્લાના જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટર સુશ્રી. સ્તુતિ ચારણે છોટાઉદેપુર જિલ્લામાં યોજાનારી ત્રણ વિધાનસભાની ચૂંટણી સંદર્ભે રાજકીય પક્ષના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજી માર્ગદર્શન આપ્યું હતું.
બેઠકમાં ઉપસ્થિત રાજકીય પક્ષના પ્રતિનિધિઓ અને ઉપસ્થિત અધિકારીઓને માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે, ભારતના ચૂંટણી પંચ દ્વારા ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી જાહેર કરવામાં આવી છે તે મુજબ છોટાઉદેપુર જિલ્લાની ત્રણ વિધાનસભા બેઠકોની ચૂંટણી બીજા તબકકામાં યોજાશે એમ કહી તેમણે ત્રણે વિધાનસભા બેઠકના ચૂંટણી અધિકારીઓ દ્વારા તા. ૧૦મી, નવેમ્બરના રોજ નોટીસ પ્રસિદ્ધ કરવામાં આવશે. ઉમેદવારીપત્રો ભરવાની છેલ્લી તા. ૧૭/૧૧/૨૦૨૨, ઉમેદવારીપત્રો ચકાસણી કરવાની તા. ૧૮/૧૧/૨૦૨૨, ઉમેદવારીપત્રો પાછા ખેંચવાની તા. ૨૧/૧૧/૨૦૨૨ તથા તા. ૦૫/૧૧/૨૦૨૨ના રોજ મતદાન યોજાશે. મત ગણતરી તા. ૦૮/૧૧/૨૦૨૨ના રોજ યોજાશે. ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થવાની તા. ૧૦/૧૨/૨૦૨૨ હોવાનું તેમણે જણાવ્યું હતું.
આ ઉપરાંત તેમણે સભા, સરઘસ તેમજ અન્ય જરૂરી તમામ પ્રકારની પરવાનગીઓ માટે સિંગલ વિન્ડો સિસ્ટમ શરૂ કરવામાં આવી હોવાનું જણાવ્યું હતું. આ ઉપરાંત તેમણે આચારસંહિતા અમલીકરણ સહિત જરૂરી બાબતો અંગે પણ વિગતે છણાવટ કરી હતી.
જિલ્લા વિકાસ અધિકારી ગંગાસિંહે એકસ્પેન્ડીચર મોનીટરિંગ અંગે વિગતે વાત કરી ચૂંટણી પંચ દ્વારા નિયત ચૂંટણી ખર્ચ કરતા વધુ ખર્ચ ન થાય એની તકેદારી રાખવા માટે જણાવ્યું હતું.
જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક અને આચારસંહિતા અમલીકરણ નોડલ અધિકારી કે.ડી.ભગતે પણ રાજકીય પક્ષના પર્તિનિધિઓને આચારસંહિતા અમલીકરણ અંગે વિગતે માર્ગદર્શન આપ્યું હતું.
નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી આર.બી.ચૌધરીએ પણ ઉપસ્થિત રાજકીય પક્ષના પ્રતિનિધિઓ અને અધિકારીઓને ચૂંટણી શાખા દ્વારા કરવામાં આવેલી કામગીરીનો વિગતે ખ્યાલ આપ્યો હતો.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


