Gujarat

છોટાઉદેપુર જિલ્લા ના નાની સધલી ગામ ના લોકો છેલ્લા છ દિવસ થી પડી રહેલા વરસાદ ને લઈ જાણે સંપર્ક વિહોણા બની ગયા હતા હવે જ્યારે સોગતા નદી ના  પાણી ઓસર્યા છે  ત્યારે તેવો ગામની  બહાર આવી શક્યા છે 

મધ્યપ્રદેશ ને અડીને આવેલુ નાની સડલી ગામમાં સોગતા નદી ના પાણી તો ઓસર્યા પરંતુ આજે પણ લોકો ફરી વરસાદ થાય તો ગામ ની બહાર નહિ જવાય તે બાબતે ચિંતા કરી રહ્યા છે .જેનું કારણ છે નદી ઉપર બાંધવા માં આવેલ નાનો બ્રિજ જે ક્ષતિગ્રસ્ત થઈ જવા પામ્યો છે જેને લઇ ગામ માં નથી આવતી  ૧૦૮ ની ગાડી ,જ્યારે પણ નદી માં પાણી આવે ત્યારે પૂલ પર થી પસાર થવું મુશ્કેલ બને છે .બીમાર અને પ્રસૂતા મહિલા ઓને ખાસ મુશ્કેલીનો સમનો કરવો પડે છે ખેડૂતો ખાતર કે બિયારણ લાવી શકતા નથી .અને તેમાંય ખાસ વિદ્યાર્થી ઓને સ્કૂલે જવા આવવા માટે મુશ્કેલ બન્યું છે જેને લઇ તેમના અભ્યાસ પર પણ અસર પડી રહી છે . પાણી ઓસરતા અવર જવર માટે રસ્તો  ગામલોકો પોતેજ કરે છે અને પાણી આવતા ફરી તેમની મહેનત પાણી માં વહી જાય છે .૨૦૧૫ ની સાલ માં  ૫૦ લાખ ના ખર્ચે બનાવેલ બ્રિજ તો જર્જરિત બન્યો છે . ૨૦૧૬,૧૭ માં રીપેરીંગ કરવા માં આવ્યું પણ એ કાયમી ઉકેલ નથી ગામ ના લોકો ફરી થી નવો પૂલ બને તેવી માંગ કરી રહ્યા છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

Screenshot_20220717-174500_1.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *