Gujarat

છોટાઉદેપુર જિલ્લા પોલીસ હેડ ક્વાટર ખુટાલીયા ખાતે હોમગાર્ડ અને જીઆરડી જવાનોનું પોસ્ટલ બેલેટ મતદાન પ્રક્રિયા શાંતિ પૂર્ણ વાતાવરણમાં શરૂ થયું .

આગામી તારીખ પહેલી અને પાંચ ડિસેમ્બરના રોજ ગુજરાત વિધાનસભા ચૂંટણી માટેનું મતદાન થવા જઈ રહ્યું છે તે પહેલા ચૂંટણીમાં ફરજ બજાવતા સરકારી કર્મચારીનું પોસ્ટલ ઠકી રાજ્યની વિવિધ વિધાનસભા બેઠકો ઉપર મતદાન કરવામાં આવી રહ્યું છે આજરોજ તારીખ 25 મી ડિસેમ્બરના શુક્રવારે છોટાઉદેપુર જિલ્લાના હોમગાર્ડ તેમજ જીઆરડી જવાનોનું પોસ્ટલ બેલેટ મતદાન પ્રક્રિયા ખૂટાલિયા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે શાંતિપૂર્ણ વાતાવરણમાં વહેલી સવારથી શરૂ થયું હતું જેમાં છોટાઉદેપુર જિલ્લાના 900 ઉપરાંત હોમગાર્ડ અને 582 જીઆરડી જવાનો પૈકી ચૂંટણીમાં ફરજ બજાવા જનાર હોમગાર્ડ તેમજ જીઆરડી જવાનોએ ખૂટાલિયા સ્થિત પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે પોસ્ટલ બેલેટ થકી પોતાનું મતદાન કરવા વહેલી સવારથી મતદાન કેન્દ્ર ખાતે લાંબી કતારોમાં ગોઠવાઈ ગયા હતા અને મતદાન કેન્દ્ર પર પોતાનું મત મનપસંદ ઉમેદવારને આપી જવાનોએ મતદાન કરી લોકશાહી પરવામાં પોતાનો ઉત્સાહ દેખાડ્યો હતો

રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

Screenshot_20221125-162436_Video-Player.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *