ડોન બોસ્કો શાળામાં 32મો વાર્ષિક દિનની ઉજવણી કરવામાં આવી જેમાં મુખ્ય મહેમાન તરીકે શાળા ના માજી સૈનિક અને હાલ એમ.જી.વી.સી.એલ સોજીત્રા, નાયબ અધિક્ષક હિસાબી પ્રફુલ પરમાર હાજર રહ્યા હતા અને અતિથિ વિશેષ તરીકે માજી કાઉન્સિલર આનંદ નગરપાલિકા વિપુલ મેકવાન હાજર રહ્યા હતા. શાળાના મેનેજર અને સંસ્થા ના વડા ફાધર જ્યોર્જ કાર્લોસ તેમજ શાળાના આચાર્ય ડાભી સાહેબ તેમજ સુપર વાયઝહર શૈલેષ તેમજ શાળાના ઉત્સાહી શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા. આ 32 મા વાર્ષિક દિનની થીમ દેશ આપણી સંસ્કૃતિ આધારિત ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ વિવિધ ડાંસ પ્રસ્તુત કર્યા હતા. તેમજ શાળામાં વિવિધ ધોરણ માં પ્રથમ આવેલ તેમજ ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી વિષય માં વધારે માર્કસ મેળવેલ વિદ્યાર્થીઓને શિષયવૃત્તિ આપી તેઓ ને પ્રોત્સાહન આપવામાં આવ્યું. તેમજ નીતિ શિક્ષણ માં પ્રથમ આવેલા વિધાર્થી ઓ ને પણ શિષ્યવૃત્તિ આપવામાં આવી. શાળાના આચાર્ય દ્વારા શાળાના વાર્ષિક એહવાલ નું વાંચન કરવામાં આવ્યું તેમજ આચાર્ય ઈશ્વર દ્વારા દરેક શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓનો આભાર માન્યો હતો.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


