Gujarat

છોટાઉદેપુર નગરમાં રંગેચંગે ભક્તિભાવથી શ્રી ગણેશજીની સ્થાપના કરાઈ , દસ દિવસ શ્રીજી નગરમાં આતિથ્ય માણશે .

આજે ભાદરવા સુદ 4 ના દિવસે સમગ્ર ભારતમાં ગૌરીપુત્ર ગણેશજીની સ્થાપના ખુબજ ભક્તિભાવ સાથે કરવામાં આવે છે. આજ થી મંગલમૂર્તિ શ્રી ગણેશજી 10 દિવસ નું પૃથ્વીવાસીઓનું આતિથ્ય સ્વીકારશે. વિઘ્નહર્તા ગણેશજીની સ્થાપના ભારતના દરેક રાજ્યમાં ગામેગામ થાય છે. અને કહેવાય છે કે ગણેશજી પ્રજાજનોના દુઃખ દૂર કરવા તેમના વિઘ્નો હરવા  પરોણા આવે છે. આજ રોજ છોટાઉદેપુર નગરના વિવિધ મંડળો દ્વારા શ્રીજી ની ખુબજ ભક્તિભાવ થી સ્થાપના કરવામાં આવી  હતી. તમામ યુવક મંડળો દ્વારા દાદાની ખુબ જ ભાવ થી પધરામણી કરવામાં આવી હતી અને શાસ્ત્રોક્ત વિધિ થી શ્રી ગણેશજીની સ્થાપના કરવામાં આવી હતી. નગરમાં જૈન મંદિર, નવાપુરા  ચોંખંડી , પુરોહિત ફળીયા, રાજપૂત ફળીયા, પોસ્ટ ઓફિસ,  લાયબ્રેરી રોડ, નિર્મળ સોસાયટી, ગુરુકૃપા સોસાયટી, પાવર હાઉસ ફળીયા  સહીત અંદાજિત 70 થી વધુ સ્થળોએ શ્રી ગણેશની ખુબજ ભક્તિભાવ થી પૂજા અર્ચના કરી સ્થાપના કરવામાં આવી હતી ;પંડાલ માં વિવિધ ઝાંખી અને શણગાર કરવામાં આવ્યા . અને અનેક મંડળો દ્વારા દસ દિવસ વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *