છોટા ઉદેપુર નગરમાં ગ્રામીણ વિસ્તાર નાં આદીવાસી સહીત શાકભાજીનાં વહેપારીઓ પથારા પાથરી પેટ્યું રડી રહ્યાં હોય, જેઓને નગર પાલિકા કર્મચારીઓ દ્વારા હટાવવા માં આવતાં શાકભાજી સહીત પથારા વાળા નાના વહેપારીઓનાં વહેપારીઓ નગર પાલિકા કચેરીમાં છોટાઉદેપુર પોલિસ સ્ટેશને તેમજ ભારતીય જનતા પાર્ટી નાં કાર્યાલય ખાતે પણ રજૂઆત કરી હતી.. નગર પાલિકા કોર્પોરેટર નરેન જયસ્વાલ પણ પથારા વાળા વહેપારીઓનાં સમર્થનમાં જણાવ્યુ હતું કે છોટાઉદેપુર નગરમાં પથારા વાળા અને શાકભાજી નાં નાના વહેપારીઓ નગર માં વેપાર કરી રોજગારી મેળવી રહ્યા છે ત્યારે નગર પાલિકા નાં કર્મચારીઓ દ્વારા પથારા વાળા ને હટાવતાં તેઓની રોજગારી છીનવાતા તેઓ માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવાની માંગ કરી રહ્યા છે. પથારાવાળાઓ દ્વારા ભારતીય જનતા પાર્ટી કાર્યાલય ખાતે જિલ્લા ભાજપા પ્રમુખ ઉપેન્દ્ર રાઠવા, જિલ્લા મહામંત્રી અને પૂર્વ ધારાસભ્ય શંકર ભાઇ રાઠવાએ પથારાનાં વહેપારીઓ માટે તંત્રમાં રજૂઆત કરી યોગ્ય કરવાનું આશ્વાસન આપ્યું હતું. આ અંગે પથારાવાળા વહેપારી બહેન જણાવ્યુ હતું કે અમે દરરોજ નું કમાઈ ને દરરોજ નું કમાઈ ને ખાઈએ છે આજે નગર પાલિકા દ્વારા અમોને અમારી દરરોજ ની જગ્યાએ હટાવતાં અમારી રોજગારી છીનવાઈ ગઈ છે, આ અંગે અમે નગર પાલિકા કચેરીમાં , પોલિસ સ્ટેશન માં , ભારતીય જનતા પાર્ટી કાર્યાલય ખાતે રજૂઆત કરી છે. અમો જે જગ્યાએ ધંધો કરીએ છીએ ત્યાં, અમારો ધંધો જામી ગયો છે, હવે અમોને ત્યાં થી હટાવતાં અમારો ધંધો તૂટી ગયો છે, હવે નવી જગ્યાએ આમરો ધંધો જણાવતાં ઘણો સમય વિતી જાય તેમ છે. તેમ જણાવ્યું હતું.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


