Gujarat

છોટાઉદેપુર પંથકમાં રાત્રે ઠંડી અને દિવસે ગરમી એમ બેવડી ઋતુનો અહેસાસ કરતા જિલ્લાવાસીઓ

છોટાઉદેપુર વિસ્તારમાં ભર શિયાળે વાદળછાયા વાતાવરણને લઈ નગરજનોને દીવસે ગરમી અને રાત્રે ઠંડી એમ બેવડી તુનો અહેસાસ થઈ રહ્યો છે. આજથી બીજા ચાર દિવસ માટે ગુજરાતના દક્ષિણ સહીત અન્ય વિસ્તારમાં હળવા વરસાદની આગાહી વચ્ચે છોટાઉદેપુર પંથકમાં વાદળછાયા વાતાવરણ ના કારણે દિવસે ગરમી અને રાત્રે ઠંડી એમ બેવડી ઋતુનાં સંગમ વચ્ચે પ્રજાજનોના સ્વાસ્થ્ય ઉપર વિપરીત અસર થવાની સંભાવનાઓ સેવાઈ રહી છે. હવામાન ખાતાની આગાહી મુજબ રાજ્યના અનેક વિસ્તારમાં હળવા વરસાદની થઈ રહેલી આગાહીમાં ૧૩-૧૭ ડિસેમ્બર સુધીમાં માવઠા સ્વરૂપે વરસાદ વરસવાની સંભાવનાઓ સેવાઈ રહી છે ત્યારે છોટાઉદેપુર નગર સહિતના વિસ્તારમાં હાલ ભર શિયાળે પ્રજાજનોને દિવસે ગરમી અને રાત્રી સમય દરમિયાન ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. સુત્રોના જણાવ્યા અનુસાર બંગાળની ખાડીમાં થયેલ લો પ્રેશરના કારણે વાતાવરણમાં ફેરફાર નોંધાવા પામ્યો છે. શિયાળા સ્તુનો ડિસેમ્બર માસ એટલે ફૂલ ગુલાબી કળકળથી ઠંડી આપતું માસ પરંતુ આ વર્ષે ગ્લોબલ વોર્મિંગની કારણભુત અસરના કારણે નગરજનોને દીવસે ગરમી અને રાત્રે ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. છોટાઉદેપુર નગર સહિતના વિસ્તારમાં છેલ્લા બે ત્રણ દિવસથી બેવડી સ્તુનો અહેસાસ થઈ રહ્યો હોય દિવસે ગરમી અને રાત્રે ઠંડી ઋતુ એમ એક સામટી બે ઋતુમાં નગરજનોને હાલ પસાર થવાના વારા આવ્યા છે. શિયાળાની ફુલ ગુલાબી ઠંડીની મોજ માણવા અભરાઈએ ચઢાવેલ પંખા કુલર નગરજનોને પુનઃ કાઢવાની ફરજ પડી છે. પર્યાવરણનાં જાણકારોના મતે માનવીની ભૌગોલિક વ્યવસ્થાની લાલસામા લીલાછમ વૃક્ષોવાળા જંગલોનું સ્થાન સિમેન્ટ અને કોંક્રીટના જંગલોના અસ્તિત્વના કારણે કુદરતી નિયત કરેલ પર્યાવરણની વ્યવસ્થામાં અનેક ફેરફારો આવ્યા હોવાનું જણાવી રહ્યા છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *