ગત અઠવાડિયે છોટાઉદેપુર જિલ્લામાં થયેલા ભારે વરસાદને કારણે આવેલા પુરને લઇને છોટાઉદેપુર જિલ્લાના પરુપાલન વિભાગ દ્વારા ૬ તાલુકાના અસરગ્રસ્ત ગામોમાં સર્વે કરી રૂા. ૧૬.૮૧ લાખની સહાય ચૂકવવામાં આવી હતી.
છોટાઉદેપુર જિલ્લામાં ભારે વરસાદને કારણે જિલ્લાના છએ છ તાલુકામાં પશુપાલન વિભાગ દ્વારા સર્વે કરવામાં આવ્યો હતો. જિલ્લા પંચાયત છોટાઉદેપુર હસ્તકના પશુ દવાખાનાઓ અને તલાટીઓ દ્વારા સર્વેની કામગીરી કરતા છોટાઉદેપુર જિલ્લામાં ૧૪૩ પશુઓનું મરણ થયેલ હોવાનું અથવા તણાઇ ગયેલ હોવાનું સર્વેમાં સામે આવ્યું હતું.
છોટાઉદેપુર જિલ્લામાં પશુપાલન શાખ દ્વારા કરવામાં આવેલા સર્વે મુજબ છોટાઉદેપુર તાલુકામાં ૦૩, બોડેલી તાલુકામાં ૧૦૩, સંખેડા તાલુકામાં ૦૪, નસવાડી તાલુકામાં ૧૮, પાવીજેતપુર તાલુકામાં ૧૩ અને કવાંટ તાલુકામાં ૨ પશુઓનું મરણ થયું હોવાનું કે તણાઇ ગયા હોવાનું જણાઇ આવ્યું હતું.
પશુપાલન રાખા દ્વારા સર્વેની ત્વરિતપણે પૂર્ણ કરીને છોટાઉદેપુર તાલુકામાં રૂા. ૯૦,૦૦૦/-, બોડેલી તાલુકામાં રૂા.૧૦,૯૮,૦૦૦/-, સંદેડા તાલુકામાં રૂા. ૧,૩૧,૦૦૦/-, નસવાડી તાલુકામાં ૫૪,૦૦૦/-, પાવીજેતપુર તાલુકામાં રૂા. ૨,૮૦,૦૦૦/- અને કવાંટ તાલુકામાં રૂા. ૨૮,૦૦૦/-ની સહાયની રકમ મળી રૂા. ૧૬,૮૧,૦૦૦/-ની સહાયની ચૂકવણી કરવામાં આવી હોવાનું વિક્રાંત ગરાસીયા, નાયબ પશુપાલન નિયામક, જિલ્લા પંચાયત, છોટાઉદેપુર તરફથી જણાવાયું છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર
