Gujarat

છોટાઉદેપુર બેઠકના ઉમેદવાર સંગ્રામસિંહ રાઠવાએ તેમના પિતા નારણ રાઠવા અને પરિવાર સાથે મતદાન કર્યું

છોટાઉદેપુર જિલ્લાની ત્રણ બેઠકો ઉપર 8.18 લાખ મતદારો 17 ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે. તેવામાં છોટાઉદેપુર વિધાનસભા બેઠક ઉપર બે દિગગજ નેતા કોંગ્રેસના રાજ્યસભાના સાંસદ નારણ રાઠવા અને 10 ટર્મ ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવેલા જેઓએ કોંગ્રેસ છોડી ભાજપ નો ખેસ ધારણ કર્યો છે એવા મોહનસિંહ રાઠવાના પુત્રો આમને સામને છે. મહત્વની ગણાતી આ બેઠક ઉપર કોંગ્રેસના ઉમેદવાર સગ્રામસિંહ રાઠવાએ પિતા નારણ રાઠવા અને માતા તેમજ બહેન સાથે વહેલી સવારે મતદાન કર્યું છે. મતદાન બાદ સંગ્રામસિંહ રાઠવાએ જીતનો વિશ્વાસ વ્યકત કર્યો છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *