ધર્મેન્દ્ર શર્મા પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓએ વાન/ચોરી તથા ઘરફોડ જેવા મિલકત સંબંધી વણશોધાયેલા ગુનાઓ શોધી કાઢી અસરકારક કામગીરી કરવા જીલ્લાના તમામ થાણા અધિકારી તથા તમામ શાખા ઇન્ચાર્જ નાઓને સુચના કરેલ. જે અન્વયે એચ.એચ.રાઉલજી ઇન્ચા. પોલીસ ઈન્સપેક્ટર એલ.સી.બી છોટાઉદેપુર નાઓ એલ.સી.બી સ્ટાફના પોલીસ કર્મચારીઓ સાથે નસવાડી પોલીસ સ્ટેશન વિસ્તારના નસવાડી રોડ નર્મદા કેનાલ ઉપર વાહન ચેકીંગ દરમ્યાન એક ઇસમ બજાજ કંપનીની પલ્સર મો.સા. લઇને આવતા તેના ઉપર શંકા જતા મો.સા. ચાલકને ઉભો રહેવાનો ઇશારો કરતા સદરી મો.સા. ચાલકે મો.સા. ઉભી રાખેલ નહી જેથી તેનો પીછો કરી તેને કોર્ડન કરી પકડી પાડી ગાડીના કાગળો તથા ગાડીની માલિકી અંગે આધાર-પુરાવો માંગતા તેની પાસે કોઇ આધાર પુરાવો મળી આવેલ નહી જેથી મો.સા.ના ચેચીસ તથા એન્જીન નંબર ઉપરથી ખાત્રી તપાસ કરતા મો.સા.સુરત શહેરની હોવાનું જણાય આવેલ જેથી મો.સા.ના માલિકનો સંપર્ક કરતા તેઓની મો.સા. ચોરી થયેલ હોવાનું જણાવેલ જે સંબંધે સુરત શહેર ખટોદરા પોલીસ સ્ટેશન એ ગુ.ર.નં. મ ૧૧૨૧૦૦૨૩૨૦૧૪૮૧/૨૦૨૦ ઇ.પી.કો. ૩૭૯ મુજબનો ગુનો રજીસ્ટર કરાવેલાનું જણાય આવેલ હોય જેથી પકડાયેલ ઇસમને સી.આર.પી.સી. ૪૧(૧)ડી મુજબ અટક કરી કાયદેસરની કાર્યવાહી અર્થે નસવાડી પોલીસ સ્ટેશન ખાતે સોપવામાં આવેલ છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

