ધર્મેન્દ્ર શર્મા પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓએ છોટાઉદેપુર જિલ્લામાં નોંધાયેલ ઘરફોડ ચોરી જેવા મિલકત સંબંધી વણ શોધાયેલા ગુનાઓ શોધી કાઢી અસરકારક કામગીરી કરવા સારૂ જીલ્લાના તમામ થાણા અધિકારી તથા તમામ શાખા ઇન્ચાર્જ નાઓને સુચના કરેલ. જે આધારે વી.બી.કોઠીયા પોલીસ ઇન્સ્પેકટર લોકલ ક્રાઇમ બ્રાન્ચ, છોટાઉદેપુર નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ સંકલનમાં રહી આર.એસ.ડામોર પોલીસ સબ ઇન્સ્પેકટર લોકલ ક્રાઇમ બ્રાન્ચ, છોટાઉદેપુર નાઓએ ગઇ તા.૨૦/૧૧/૨૦૨૨ ના રોજ છોટાઉદેપુર ટાઉન શ્રીજી સોસાયટીમાં ચોરી બાબતે છોટાઉદેપુર પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં.૧૧૧૮૪૦૦૨૨૨૧૦૬૨/૨૦૨૨ ઈ.પી.કો. કલમ. ૪૫૭, ૩૮૦, ૪૫૪ મુજબનો ગુનો નોંધાયેલ તે ઘરફોડ ચોરીના ગુનાને શોધી કાઢવા સારૂ હ્યુમન સોર્સીસ, જિલ્લા નેત્રમના સી.સી.ટી.વી.નું એનાલીસીસ તથા ટેકનિકલ સર્વેલન્સ ટીમની મદદ મેળવી એલ.સી.બી. સ્ટાફના પોલીસ માણસો સાથે ચોરીમાં ગયેલ મુદ્દામાલ તથા ચોર ઇસમો અંગે માહીતી એકત્રીત કરતા શ્રીજી સોસાયટીમાંથી ચોરાયેલ ચાંદીના દાગીના તથા રોકડ રકમ સાથે બે ઇસમોને ઝડપી પાડવામાં આવ્યા છે. સાથો સાથ પકડાયેલ ઇસમોનું ઇન્ટ્રોગેશન કરતા તેઓએ બોડેલી ખાતે થી પણ ઘરફોડ ચોરી કરેલાની હકીકત જણાય આવતા તેઓ પાસેથી ચોરીમાં ગયેલ એલ.ઇ.ડી. ટીવી. પણ રીકવર કરવામાં આવેલ છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર