ધર્મેન્દ્ર શર્મા, પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓએ સમગ્ર જીલ્લામાં પ્રોહીબીશનની પ્રવૃતિ નેસ્ત નાબુદ કરવા તેમજ દારૂબંધીના કાયદાનો કડક અમલ થાય તે મુજબ કાર્યવાહી કરવા સારૂ જીલ્લાના તમામ થાણા અધિકારીશ્રી તથા તમામ શાખા ઇન્ચાર્જ નાઓને સુચના કરેલ…. જે અન્વયે એચ.એચ.રાઉલજી ઇન્ચા. પોલીસ ઇન્સ્પેકટર લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉપુર નાઓ એલ.સી.બી સ્ટાફના પોલીસ માણસો સાથે ઝોઝ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન બાતમી હકીકત આધારે રીછવેલ ગામેથી ભારતીય બનાવટના વિદેશી દારૂ કિ.રૂ.૬૧,૪૪૦/- તથા એક મોટર સાયકલ કિ.રૂ.૫૦,૦૦૦/- કુલ કિ.રૂ.૧,૧૧,૪૪૦/- ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી ઝોઝ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવી કાયદેસરની કાયર્વાહી હાથ ધરવામાં આવેલ છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર