વિસાવદર તાલુકાના વેકરીયા ગામે વંદે ગુજરાત વિકાસ યાત્રાનું ઉત્સાહ સાથે સામૈયું કરવામાં આવ્યું હતું. પ્રાથમિક શાળાની બાળાઓએ પણ વંદે ગુજરાત વિકાસ યાત્રાના રથને કુમકુમ તિલક કરીને સ્વાગત કર્યું હતું.
આ પ્રસંગે જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ શ્રી વિપુલ કાવાણી સહિતના મહાનુભાવોના હસ્તે કેન્દ્ર રાજ્ય સરકારની જનકલ્યાણકારી યોજનાઓના લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સાથે વેકરીયા ગામમાં અનુસૂચિત જાતિના સ્મશાનની કમ્પાઉન્ડ વોલ અને પીવાના પાણી માટેની પાઇપલાઇનના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. તેમજ વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે તાલુકા પંચાયતના પ્રમુખશ્રી નીતિનભાઈ કપુરીયા, ઉપપ્રમુખ શ્રી અશ્વિનભાઈ સરધારા, કારોબારીના ચેરમેન શ્રી અતુલભાઈ ભાયાણી, જિલ્લા પંચાયતના સદસ્ય ચંદ્રિકાબેન વાડદોરીયા,તાલુકા પંચાયતના સદસ્ય શ્રી ભરતભાઈ કોટડીયા, અગ્રણી સર્વશ્રી રમણીકભાઈ દુધાત્રા, તાલુકા પંચાયત સદસ્ય શ્રી ખીમજીભાઈ બલદાણીયા, સરપંચ શ્રી નટુભાઈ વાળા, તલાટી કમ મંત્રી શ્રી સી.જે. ઠુંમર સહિતના પદાધિકારી-અધિકારી અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
