જામનગરની જી.જી.હોસ્પિટલ ખાતે કાર્યરત જિલ્લા NCD ક્લિનિક દ્વારા તા.૨૯ સપ્ટેમ્બરના રોજ વિશ્વ હૃદય દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં જેમા જરૂરિયાતમંદ દર્દીઓની બ્લડપ્રેસર તપાસ, ECG તપાસ, RBS, BMIની તપાસ કરી જરૂરી દવાઓ તેમજ યોગા કરવા માટે યોગ્ય સૂચનો આપવામાં આવ્યા હતા. આ સારવારનો અંદાજે 300 જેટલા જરૂરિયાતમંદ દર્દીઓએ લાભ લીધો હતો.

