ગિરગઢડા
ભરત ગંગદેવ
છેલ્લા સાડા ત્રણ વર્ષથી જલારામ સત્સંગ મંડળના માધ્યમથી દર ગુરૂવારે પૂન્યશાળી ડીસા નગરમાં પૂજ્ય જલારામ બાપાનાં નિયમિત ભજન થાય છે.તાજેતરમાં 184 મા ગુરૂવારે ડીસાના જાણીતા સેવાભાવી વૈધરાજ રામબાણ આર્યુવેદિક ઔષધાલયવાળા કાંતિભાઈ માળીના નિવાસસ્થાને ભજન હતાં.આ રૂડા અવસરે તેમની સરાહનીય આર્યુવેદિક માનવસેવાને ધ્યાનમાં લઈને તેમનું સાલ ઓઢાડી પૂજ્ય જલારામબાપાનો ફોટો અર્પણ કરી શાનદાર સન્માન કરવામાં આવ્યું હતું.અંદાજે 1,70,000(એક લાખ સીતેર હજાર) જેટલા માણસોને કોરોના દરમિયાન ઈમ્યુનીટી વર્ધક આર્યુવેદિક ઉકાળો વિનામૂલ્યે પાઈને તેમણે ડીસા નગર ઉપરાંત બનાસકાંઠા જીલ્લાની અતિ પ્રશંસનીય સેવા કરેલ છે.
આ અવસરે યશવંતશાસ્ત્રીજી મહારાજ, ભગવાનભાઈ બંધુ,મહેશભાઈ ઉદેચા,આર.ડી.ઠકકર,તારાચંદભાઈ મજેઠીયા,દીલીપભાઈ રતાણી,સુભાષભાઈ ઠકકર, દિનેશભાઈ ચોકસી, કનુભાઈ તૃપ્તિવાળા,આનંદભાઈ પી.ઠકકર, નટુભાઈ લીંબાચીયા,મનુભાઈ રતાણી,સંજયભાઈ બારોટ, કલ્પેશભાઈ જે. ઠકકર,નવીનભાઈ પ્રજાપતિ સહિત સૌ ભાઈ/બહેનોએ સાથે મળી કાંતિભાઈ માળીનું સન્માન કરી તેમની આરોગ્યલક્ષી નિસ્વાર્થ નગરસેવાની ભારોભાર પ્રશંસા કરી હતી.આ અવસરે તેમનાં ધર્મપત્ની રેખાબેન,દીકરીઓ જયોતિ,ભૂમિ,આશા,કોમલ અને નાનો દીકરો દીપનું પણ સન્માન કરવામાં આવ્યું હતું.


