Gujarat

જાફરાબાદના બંદર ચોક વિસ્તારમાં ઘરફોડ ચોરી કરનાર ઇસમને પકડી પાડી, ૧૦૦ ટકા મુદ્દામાલ રીકવર કરતી અમરેલી એલ.સી.બી.

ગુન્હાની વિગતઃ
જાફરાબાદ ટાઉનમાં બંદર ચોક વિસ્તારમાં આવેલ ચામુંડા એન્જિનિયરિંગ નામની દુકાનમાં ગઇ તા.૨૮/૦૯/૨૦૨૨ ના ક.૨૦/૦૦ થી તા.૩૦/૦૯/૨૦૨૨ નાં કલાક ૧૧/૩૦ વાગ્યા દરમ્યાન કોઇ અજાણ્યા ચોર ઇસમે દુકાનની બારી તોડી અંદરથી થ્રી-ફેજ મોટર નંગ-૦૧ કિ.રૂ.૪,૦૦૦/- તથા સ્ટીલની શાફટીંગ નંગ-૦૨ કિ.રૂ.૧૪,૦૦૦ તથા લોખંડની શાફટીંગ નંગ-૦૧ કિ.રૂ.૩,૦૦૦/- તથા સ્ટીલના સર્કલ નંગ-૦૨ કિ.રૂ.૩,૦૦૦/-કુલ કિ.રૂ.૨૪,૦૦૦/-નો સામાન ચોરી કરી લઇ જઇ ગુન્હો કરેલ હોય જે અંગે ચંદ્રેશભાઈ શામજીભાઈ પરમાર, ઉવ.૩૭, ધંધો.વેલ્ડીંગકામ, રહે.રાજુલા, તા.રાજુલા, જિ.અમરેલી વાળા ફરીયાદ જાહેર કરતા જાફરાબાદ ટાઉન પો.સ્ટે. એ-પાર્ટ ગુ.ર.નં.૧૧૧૯૩૦૨૪૨૨૦૬૧૨/૨૦૨૨ આઇ.પી.સી. કલમ ૪૫૪, ૪૫૭, ૩૮૦ મુજબ ગુન્હો રજી. થયેલ.
ભાવનગર રેન્જ આઇ.જી.શ્રી અશોક કુમાર સાહેબ નાઓએ ભાવનગર રેન્જના જિલ્લાઓમાં બનતા મિલકત સબંધી ગુનાઓ ડીટેક્ટ કરવા સુચના આપેલ હોય, અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ દ્વારા અમરેલી જિલ્લામાં બનેલ મિલકત સબંધી ગુનાઓના આરોપીઓને પકડી પાડી, ફરિયાદીની ગયેલ મિલકત તેમને પાછી મળે, તે માટે જરૂરી કાર્યવાહી કરવા અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ.શ્રી એ.એમ.પટેલ તથા એલ.સી.બી. ટીમને જરૂરી માર્ગદર્શન આપવામાં આવેલ હતું.
ઉપરોક્ત ગુનાના અજાણ્યા આરોપી અંગે તપાસ કરવા અમરેલી એલ.સી.બી. ટીમ દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવેલ અને આજ તા.૧૮/૧૦/૨૦૨૨ ના રોજ જાફરાબાદ વિસ્તારમાં પેટ્રોલીંગ દરમ્યાન મળેલ બાતમી હકિકત આધારે એક ઇસમને ઉપરોક્ત ચોરીમાં ગયેલ મુદ્દામાલ સાથે પકડી પાડી, પકડાયેલ ઈસમને ચોરીના મુદ્દામાલ સાથે આગળની કાર્યવાહી થવા જાફરાબાદ ટાઉન પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ છે.
પકડાયેલ આરોપી –
અસ્લમ સલીમભાઇ મુગલ, ઉ.વ.૨૭, રહે.જાફરાબાદ, તુર્કી મહોલ્લા, તા.જાફરાબાદ, જિ.અમરેલી.
પકડાયેલ મુદ્દામાલ
થ્રી-ફેજ મોટર નંગ-૦૧ કિ.રૂ.૪,૦૦૦/- તથા સ્ટીલની શાફટીંગ નંગ-૦૨ કિ.રૂ.૧૪,૦૦૦ તથા લોખંડની શાફટીંગ નંગ-૦૧ કિ.રૂ.૩,૦૦૦/- તથા સ્ટીલના સર્કલ નંગ-૦૨ કિ.રૂ.૩,૦૦૦/-કુલ કિ.રૂ.૨૪,૦૦૦/ નો મુદ્દામાલ.
આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબનાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ.શ્રી એ.એમ.પટેલ તથા પો.સ.ઇ.શ્રી પી.બી.લકકડ તથા પો.સ.ઇ.શ્રી વી.વી.ગોહિલ તથા એલ.સી.બી. ટીમ દ્વારા કરવામાં આવેલ છે.
રિપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી

IMG-20221018-WA0012.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *