શ્રી ગૌતમ પરમાર સાહેબ, પોલીસ મહાનિરિક્ષકશ્રી ભાવનગર વિભાગ, ભાવનગરનાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી પોલીસ અધિક્ષક શ્રી હિમકર સિંહ સાહેબ, દ્વારા અમરેલી જીલ્લામાં સાયબર ક્રાઇમ સબંધીત ગુન્હાઓ અટકાવવા તથા આરોપીઓને પકડી પાડવા જરૂરી સુચનાઓ આપેલ હોય, જેથી પરીણામલક્ષી કામગીરી કરી આવી ગુન્હાહીત પ્રવૃત્તિ કરતા ઇસમોને ઝડપી પાડવા શ્રી જે.પી.ભંડારી, નાયબ પોલીસ અધિક્ષક, અમરેલી વિભાગ, અમરેલીનાઓના માર્ગદર્શન હેઠળ શ્રી સી.એસ.કુગસીયા પોલીસ ઇન્સપેક્ટર તથા શ્રી જે.એમ. કડછા પોલીસ સબ ઇન્સપેક્ટર સાયબર ક્રાઇમ પો.સ્ટે. અમરેલીની જરૂરી ટીમ બનાવી કામગીરી હાથ ધરવામાં આવેલ.
જે અંતર્ગત સાયબર ક્રાઇમ પો.સ્ટે. અમરેલી પાર્ટ-બી ગુ.ર.નં.-૧૧૧૯૩૦૬૩૨૨૦૦૦૭/૨૦૨૨ IPC કલમ ૫૦૬(૨),૫૦૪,૪૬૯ LT.એક્ટ ૬.૬૬(C),૬૭(A) મુજબનો ગુજ તા.૨૨/૧૨/૨૦૨૨ ના ક.૨૦/૧૫ વાગ્યે જાહેર થયેલ. સદરહુ ગુન્હાના કામના ફરીયાદી એ જાહેર કર્યા મુજબ આ કામે આરોપીએ ફરિયાદીના પિતાને તથા ફરીયાદીની બહેનને જાનથી મારી નાખવાની તથા સમાજમાં બદનામ કરવાની ધમકી આપી અને ફરિયાદી તથા તેમની બહેનોના અલગ અલગ ફેસબુક એકાઉન્ટ બનાવી ઇન્ટરનેટનાં માધ્યમથી મોર્ફ કરેલ ફોટાઓ અલગ અલગ ફેસબુક એકાઉન્ટ દ્વારા વાયરલ કરી, ફરિયાદી તથા તેમની બહેનોને બદનામ કરવાના બદઇરાદે અને ફરિયાદીની પ્રતિષ્ઠાને હાની પહોંચાડી, ફરિયાદી તથા તેમની બહેનોના નામની ખોટી ઓળખ ઉંભી કરી ગુન્હો કરેલ હોય જેની ફેસબુક પ્લેટફોર્મ પાસેથી ડેટા રેકોર્ડ મેળવી અને ટેકનીકલ IPDR એનાલીસીસ કરી આ ગુન્હાના કામના આરોપીને પકડી તથા આરોપી પાસેથી ગુન્હા કામે વપરાયેલ ૨(બે) મોબાઈલ તથા અલગ અલગ કંપનીની ૩(ત્રણ) હાર્ડડિસ્ક કબ્જે કરેલ છે.
પકડાયેલ આરોપી :- દિપકભાઇ મગનભાઇ રાણપરિયા ઉ.વ. ૩૧ ધંધો- ફ્રિઝ રિપેરીંગ તથા ફોટોગ્રાફી રહે. કાકીડીમોલી તા.ઉના જી.ગીરસોમનાથ મો.નં. ૯૯૭૮૮૦૨૧૫૨,૮૭૯૯૦૭૨૪૧૦
આમ, પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબની સુચનાથી, શ્રી જે.પી.ભંડારી, નાયબ પોલીસ અધિક્ષક, અમરેલી વિભાગ, અમરેલીનાઓના માર્ગદર્શન હેઠળ ફેસબુકના અલગ અલગ એકાઉન્ટ દ્વારા ફરીયાદીના બિભત્સ વાયરલ કરનાર આરોપીને ગણતરીની કલાકોમાંપકડી પાડવામાં શ્રી સી.એસ.કુગસીયા પોલીસ ઇન્સપેક્ટર, સાયબર ક્રાઇમ પો.સ્ટે. તથા જે.એમ.કડછા પો.સબ.ઇન્સ, સાયબર ક્રાઇમ પો.સ્ટે. અમરેલીની ટીમને સફળતા મળેલ છે.
*રીપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી*


