Gujarat

જામકંડોરણા જેતપુર ૭૪ વિધાનસભાની ચૂંટણી મા રીપીટ થતાં જયેશભાઈ એ પિતા વિઠ્ઠલભાઈ રાદડિયા ની પ્રતિમા ને હારતોરા કરી અને માતુશ્રી ચેતનાબેને  કુમકુમ નુ તિલક કરી ને જયેશભાઈ રાદડિયાને  આશીર્વાદ આપ્યા

જામકંડોરણા જેતપુર ૭૪- વિધાનસભા વિસ્તારની બેઠક પર વર્તમાન ધારાસભ્ય જયેશભાઈ રાદડિયા ની ભાજપના મોવડી મંડળ દ્વારા ફરીથી પસંદગી કરવામાં આવી છે, અને તેઓને ટિકિટ અપાતાં જયેશભાઈ રાદડિયા આજે જામકંડોરણા કાલાવડ રોડ પર આવેલી કન્યા છાત્રાલય પાસે તાલુકાભરમાંથી જયેશભાઈ રાદડિયા સમર્થન વધામણા કરવા સમર્થકો આવીપહોંચ્યા હતા, જ્યાં તેઓનું ઉષ્માભેર સ્વાગત કરાયું હતું. પેંડા તથા ફટાકડા ફોડી ને ઉત્સાહ વ્યક્ત કર્યો હતો
      જામકંડોરણા જેતપુર ૭૪ વિધાનસભાની ચૂંટણી ઉમેદવાર  જયેશભાઈ રાદડિયા રીપીટ થતાં જ જામકંડોરણામા આનંદ ની લાગણી પ્રસરી ગઇ છે જામકંડોરણા પંથકના ભાજપના કાર્યકરોમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો, અને જિલ્લા પ્રમુખ ગોવિંદભાઈ રાણપરીયા જામકંડોરણા તાલુકા પ્રમુખ ચંદુભા ચૌહાણ ગૌતમ ભાઈ વ્યાસ ની હાજરીમાં તમામ કાર્યકર્તાઓએ જયેશભાઈ રાદડિયા ને હારતોરા કરી ને સ્વગત કરવા આવ્યું હતું આ તકે જયેશભાઈ રાદડિયા પણ આવેલા તમામ કાર્યકર નું અભિવાદન કર્યું હતું, અને ઉત્સાહભેર ચૂંટણીનો જંગ લડવા માટેની તૈયારીઓ દર્શાવી હતી. જામકંડોરણા જેતપુર ની આ સીટ પર પહેલાં થી જ રાદડિયા સરકાર નો દબદબો છે જંગી બહુમતીથી પોતાનો વિજય મળશે તેવું અંતે તેમણે જણાવ્યું હતું
અહેવાલ અતુલ લશ્કરી

IMG-20221110-WA0028.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *