Gujarat

જામજાેધપુર તાલુકાના સમાણામાં પાક-છછંટકાવની દવાની અસર થતા શ્રમિક યુવકનું મોત

જામનગર
જામજાેધપુર તાલુકાના સમાણા ગામના વાડી વિસ્તારમાં ખેતરમાં દવા છંટકાવ સમયે વિપરીત અસર થવાથી ખેતમજૂર યુવકનું જી.જી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. બનાવની મળતી માહિતી મુજબ, મહિસાગાર જિલ્લાના ઊબેરના વતની અને જામજાેધપુરના તાલુકાના સમાણા ગામમાં આવેલા કાનજીભાઇ વશરામભાઈ વાદીના ખેતરમાં મજૂરી કામ કરતા રાકેશ ચનાભાઈ બારીયા (ઉ.વ.૨૦) નામનો યુવક ૨૫ દિવસ અગાઉ ખેતરમાં દવાનો છંટકાવ કરતો હતો. તે દરમિયાન વિપરીત અસર થવાથી સારવાર માટે જામનગરની જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું સારવાર દરમિયાન રાત્રિના સમયે મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે મૃતકના પિતા ચનાભાઈ દ્વારા જાણ કરાતા હેકો એ.એમ. પરમાર તથા સ્ટાફે મૃતદેહનો કબ્જાે સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

Page-35.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *