જામનગર
જામનગર કેશવજી અરજણ લેઉવા પટેલ સેવા સમાજમાં બંધારણ મુજબ આજીવન પાંચ ટ્રસ્ટીઓ નીમવામાં આવ્યા છે અને તે હાલ ટ્રસ્ટી તરીકેની જવાબદારી નિભાવી રહ્યા છે. જ્યારે બીજી તરફ હાલ બંધારણ મુજબ આજીવન ટ્રસ્ટી હોવા છતાં ટ્રસ્ટીની ચૂંટણી કેમ થશે તેને લઈને પણ સમાજમાં પ્રશ્ન ઉભો થયો છે. કેશવજી અરજણ લેઉવા પટેલ સમાજમાં આજીવન ટ્રસ્ટી નિમાયેલા છે તો ટ્રસ્ટીની ચૂંટણી કેવી રીતે કરવી તે પ્રશ્ન ઉભો થયો છે. જાે કે કારોબારી સભ્યો માટે ૩૨ ઉમેદવારો વચ્ચે ખેલાનારો જંગ યથાવત રહેશે એ નક્કી છે. હવે ટ્રસ્ટીઓની ચૂંટણીને લઈને ઉભી થયેલી સમસ્યાનું સમાધાન શું આવે છે તેના પર સમાજના લોકોની નજર મંડાયેલી છે.જામનગરના કેશવજી અરજણ લેઉવા પટેલ સેવા સમાજના કારોબારી સભ્યો માટે ૩૨ ઉમેદવારો મેદાનમાં ઉતર્યા છે, તેનો ફેંસલો ૩૫૬૪ મતદારો કરશે. જ્યારે જામનગર જિલ્લાનો સૌથી વધુ વસ્તી ધરાવતા લેઉવા પટેલ સમાજમાં પાંચ દાયકા બાદ ચૂંટણી થતાં ચકચાર મચી છે. ચેરીટી કમિશ્નર દ્વારા ટ્રસ્ટની ચૂંટણીઓ અંગે જાહેરાત કરવામાં આવી હતી. જેમાં ટ્રસ્ટીઓ માટે કુલ ૩૨ ફોર્મ ભરાયા હતા. જેને લઈને જામનગર કેશવજી અરજણ લેઉવા પટેલ સેવા સમાજમાં સાધારણ સભા યોજાઈ હતી, જેમાં એક પંચ નીમવામાં આવ્યું હતું. તેમાં ટ્રસ્ટીઓ માટે પંચ જે ર્નિણય લે તે ફોર્મ્યુલા મુજબ ટ્રસ્ટીઓની ચૂંટણી યોજવામાં આવશે તેમ નક્કી કરાયું હતું. જેમાં સાધારણ સભા બાદ પંચ દ્વારા તમામ ઉમેદવારો-ટ્રસ્ટીઓ માટે ભરેલા ફોર્મ પરત ખેંચવાનો ર્નિણય લીધો હતો. જેમાંથી બધા ટ્રસ્ટીના ભરેલા ફોર્મ પરત ખેંચવાનો ર્નિણય સ્વીકાર્યો હતો. ત્યારે ૩૨ જેટલા ટ્રસ્ટી માટે ફોર્મ ભરાયા હતા, જેમાંથી ૨૮ ટ્રસ્ટીઓએ ફોર્મ પરત ખેંચ્યા હતા. જ્યારે સાધારણ સભામાં પંચ દ્વારા ર્નિણય કર્યા બાદ પણ અમૂક લોકો ફરી જતાં તેમણે ફોર્મ પરત ન ખેંચ્યા હતા અને ફોર્મ્યુલા પડી ભાંગી હતી.
