Gujarat

જામનગરના પ્રદર્શન મેદાનમાં શ્રાવણી મેળાનો પ્રારંભ

જામનગર
જામનગર મહાનગરપાલિકા દ્વારા આગામી ૧૨ ઓગસ્ટ થી ૨૭ ઓગસ્ટ સુધી રક્ષાબંધનના તહેવારથી અમાસ સુધીના સમયગાળા માટે પ્રદર્શન મેદાનમાં શ્રાવણી લોકમેળાનું આયોજન કરાયું છે. જામનગર શહેરના પૂર્વ ઇતિહાસને ધ્યાનમાં રાખીને શ્રાવણ માસના ચાર સોમવાર સહિતના દિવસોમાં પણ અગાઉ શ્રાવણી મેળાઓ યોજાતા હતા અને જામનગર શહેર ઉપરાંત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી શહેરના પુરાણ પ્રસિદ્ધ સિધ્ધનાથ મહાદેવ મંદિર સહિતના શિવાલયોમાં દર્શન કરીને રંગમત- નાગમતી નદીના પટમાં તેમજ લાખોટા તળાવની ફરતે શ્રાવણી મેળા નો આનંદ મેળવતા હતા, પરંતુ છેલ્લા કેટલાક સમયથી મહાનગરપાલિકા દ્વારા પ્રદર્શન મેદાન ના માત્ર જન્માષ્ટમીના તહેવારો દરમિયાન મેળાનું આયોજન કરાતું હતું. જાે કે રંગ મતી નદીના પટમાં ભાતીગળ મેળો ચાલુ રખાયો હતો. આ વખતે જામનગર જિલ્લાના વહીવટી તંત્ર તેમજ જામનગર મહાનગરપાલિકાના તંત્ર દ્વારા શહેરની મધ્યમાં આવેલો પ્રદર્શન મેદાનને વધુ સુવિધા યુક્ત બને તેના પ્રયાસોને ભાગરૂપે શ્રાવણી મેળો યોજવામાં આવ્યો છે. જામનગરની સેવાભાવી સંસ્થા રંગતાલી ગ્રુપ દ્વારા ૧ ઓગસ્ટથી ૧૧ ઓગસ્ટ સુધીના સમયગાળા માટે શ્રાવણ મેળાનું આયોજન કરાયું છે, અને તેનો આજથી પ્રારંભ થઈ રહ્યો છે. ૧ ઓગસ્ટ થી ૧૧ ઓગસ્ટ સુધી મેળા નું આયોજન કરાશે અને જેમાં કેટલીક મનોરંજન રાઈડ, ફૂડ સ્ટોલ, આઈસ્ક્રીમ સ્ટોલ વગેરે ચાલુ રહેશે.જામનગરના પ્રદર્શન મેદાનમાં આજથી એક મહિના માટેના શ્રાવણી મેળાનું આયોજન થયું છે. જેમાં ૧ ઓગસ્ટ થી ૧૧ ઓગસ્ટ સુધી શ્રાવણ મેળો યોજાશે અને ત્યારબાદ રક્ષાબંધનના દિવસથી અમાસના તહેવાર સુધી જામનગર મહાનગરપાલિકા દ્વારા આયોજન કરાયું છે. બે વર્ષના કોરોના કાળ ના સમય પછી પ્રથમ વખત શ્રાવણી મેળો યોજાઈ રહ્યો છે, ત્યારે લોકોમાં પણ અનેરો ઉત્સાહ જાેવા મળી રહ્યો છે.

File-02-Page-34.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *