Gujarat

જામનગરમાં પોલીસ જવાનોએ એક કીલોમીટર લાંબી તિરંગા યાત્રા યોજી

જામનગર
જામનગર શહેરમાં ઠેર-ઠેર યાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું છે, ત્યારે શહેરમાં પોલીસ તંત્ર દ્વારા એક કિલોમીટરની લાંબી તિરંગા યાત્રા યોજવામાં આવી હતી. આ યાત્રાને જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુએ પોલીસ હેડ ક્વાર્ટરથી પ્રસ્થાન કરાવી હતી. એસપી, ડીવાયએસપી પીઆઇ સહિત પોલીસ જવાનો પગપાળા તિરંગા યાત્રામાં જાેડાયા હતા અને મહિલા પોલીસ કર્મી મોટરસાયકલ પર રાષ્ટ્રધ્વજ લઇ જાેડાયા હતા. આ યાત્રા શહેરના મુખ્ય માર્ગો પર ફરી હતી. તિરંગા યાત્રા પોલીસ હેડ ક્વાર્ટરથી શરૂ થઈ, શરૂ સેક્શન રોડ, ખોડિયાર કોલોની, ડિકઝામ સર્કલ, સમર્પણ સર્કલ, સાત રસ્તા, ગોકુલનગર, જકાતનાકા, એરફોર્સ ટુ ગેઇટ, સાતરસ્તા પવનચક્કી સહિત શહેરના રાજમાર્ગો પર ફરી હતી, ત્યારબાદ પોલીસ હેડ ક્વાર્ટર ખાતે પૂર્ણ થઈ હતી. તિરંગા યાત્રા દરમિયાન પોલીસ જવાનો મોટરસાયકલ સાથે ડીજે મ્યુઝિક દ્વારા દેશભક્તિ ગીતની રમઝટ બોલાવી હતી. શહેરીજનો તિરંગા યાત્રા જાેવા ઉમટી પડ્યા હતા. શેહરીજનોમાં પણ રાષ્ટ્રભક્તિનો અનેરો ઉત્સાહ જાેવા મળ્યો હતો. મોટી સંખ્યામાં પોલીસનો કાફલો જાેડાયો હતો અને સમગ્ર શહેરનું વાતાવરણ દેશભક્તિમય બની ગયું હતું.

Page-31.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *