જામનગર
લો બોલો, દારૂબંધી વાળા ગુજરાત માં ફરી એક વાર કાયદા ની બીક રાખ્યા વગર દારૂ ના નશા વ્યક્તિ કોર્ટ પહોંચી ગયો, જામનગરની અદાલતમાં ગ્રામ્ય વિસ્તારમાંથી મારામારીને કેસના બે આરોપીઓ તારીખે આવ્યા હતા. જેમાં એક ફુલ દારૂના નશામાં હતો અને એકની પાસે ગેરકાદેસર છરી હતી. જેના પર અદાલતની લોબીમાં પોલીસકર્મીની નજર પડતાં બંનેને ઝડપી લઇ આગળની તપાસ હાથ ધરી છે. ગ્રામ્ય વિસ્તારના મારામારીના કેસમાં મુદતે બે આરોપી આવ્યા હતા, જેમાં એક શખ્સ નશાની હાલતમાં અને બીજા પાસે છરી હતી. કોર્ટમાં બંદોબસ્તની ફરજમાં હાજર રહેલા પોલીસકર્મી જયેશભાઈ ભટ્ટ જાેઈ જતાં આરોપીને પકડી લીધો હતો અને તેના કબ્જામાંથી છરી કબ્જે કરી હતી. જે બાદ પોલીસને જાણ કરતાં સીટી એ ડિવિઝનનો પોલીસ કાફલો કોર્ટ કમ્પાઉન્ડમાં પહોંચી ગયો હતો. પૃથ્વીરાજ અને કેશવ ઉર્ફે કેશુ નામના શખ્સની અટકાય કરી આગળની તપાસ હાથ ધરી હતી.

