Gujarat

જામનગર જિલ્લા માટે કેરોસીનનાં નવા ભાવો નિયત કરાયા

સરકારશ્રીના અન્ન નાગરિક પુરવઠા અને ગ્રા.બા.વિભાગના તા.૦૬/૧૦/૨૦૨૨નાં પત્રથી સુચિત થયા મુજબ કેરોસીનના કચ્છ જિલ્લાના કંડલા સપ્લાય પોઇન્ટના નવા ભાવો નિયત કરવામાં આવેલ છે. જે મુજબ જામનગર જિલ્લામાં કેરોસીનના નવા ભાવો બાંધવામાં આવેલ છે.

જામનગર જિલ્લાના તમામ તાલુકાઓમાં એજન્ટ/જથ્થાબંધ વિક્રેતાએ કેરોસીન વેચાણ કરવાનો એક કિલો લીટરનો ભાવ રૂ।.પૈસા અને છુટક વિક્રેતા/વાજબી ભાવના દુકાનદાર/ફેરિયાએ વેચાણ કરવાનો છુટક એક લીટરનો ભાવ રૂ।.પૈસા જામનગર તાલુકામાં અનુક્રમે ૭૮૬૦૫.૧૧ અને ૭૯.૬૫, લાલપુર તાલુકામાં  અનુક્રમે ૭૮૯૩૮.૫૯ અને ૮૦.૦૦, ધ્રોલ તાલુકામાં અનુક્રમે ૭૮૨૭૧.૬૩ અને ૭૯.૩૦, જોડિયા તાલુકામાં અનુક્રમે ૭૮૧૪૬.૫૭ અને ૭૯.૨૦, કાલાવડ તાલુકામાં અનુક્રમે ૭૮૬૮૮.૪૮ અને ૭૯.૭૫ તેમજ જામજોધપુર તાલુકામાં અનુક્રમે ૭૯૨૭૨.૦૭ અને ૮૦.૩૦ ભાવ નિયત કરવામાં આવેલ છે, જેની જાહેર જનતા તથા સંબંધિતશ્રીઓએ નોંધ લેવી. નિયત થયેલ ભાવથી વધુ ભાવ લેવામાં આવવાનો કિસ્‍સો ધ્‍યાને આવશે તો સંબંધકર્તા સામે શિક્ષાત્‍મક કાર્યવાહી કરવામાં આવશે તેમ શ્રી ડો. સૌરભ પારઘી, કલેકટરશ્રી, જામનગરની યાદીમાં જણાવાયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *