જામનગર
જામનગર મહાનગરપાલિકા દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત બેડી રેલવે ઓવરબ્રિજ પાસેની કામગીરી હાલ પ્રગતિ હેઠળ હોય આ કામગીરી સુવ્યવસ્થિત રીતે પરિપૂર્ણ થાય તે હેતુથી ગાંધીનગરથી ખાસ ટીમે જામનગરની સાઇટ વિઝીટ કરી હતી. આ સમયે પ્રધાનમંત્રી આવાસ યોજનાના એન્જિનિયરો તેમજ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. એફોરડેબલ હાઉસિંગ મિશન,ગાંધીનગર કચેરી ના પ્રતિનિધિ અમિતભાઈ પટેલ દ્વારા જામનગર મહાનગરપાલિકા હસ્તકની પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત રે. સ. નંબર.૨૦૬/૧/૧પી બેડી રેલ્વે ઓવર બ્રીજ પાસે આવેલ આવાસ યોજના જે ડિસેમ્બર -૨૦૨૨ ના અંત સુધીમાં લોકાર્પણ થનાર છે, તથા હાલ આ કાર્ય પ્રગતિમાં છે તેવી એફ.પી.૬૩,ગોલ્ડન સિટી ની બાજુમાં આવેલ ઈડબ્લ્યુએસ૨ પ્રકારના ૫૪૪ આવાસ યોજનાનુ કામ પ્રગતિમા છે, તેની મુલાકાત લીધેલ છે.આ મુલાકાત દરમિયાન જામનગર મહાનગર પાલિકાની સ્લમ શાખાના સાઈટ ઈજનેર, પીએમસી તથા એજન્સી નો સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા.


