Gujarat

જામનગર શહેરમાંથી બાઈકની ચોરી કરનાર તસ્કરને એલસીબીએ દબોચી લીધો

જામનગર
જામનગર શહેરમાં સમર્પણ સર્કલ પાસેથી મોટરસાયકલ ચોરી કરનાર શખ્સને એલસીબીએ ઝડપી પાડ્યો છે. શહેરમાં એલસીબી પોલીસે પેટ્રોલિંગ દરમિયાન ચોક્કસ બાતમીના આધારે સમર્પણ સર્કલ પાસેથી આરોપીને ફરિયાદીનું લાલ કલરનું બજાજ પલ્સર જેના નંબર જી.જે- ૦૩ -બીપી- ૩૭૯૪ ની કિંમત રૂપિયા ૨૦,૦૦૦ ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો હતો. પોલીસે તેના વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી છે. એલસીબી પોલીસ સ્થાપના હિતેન્દ્રસિંહ જાડેજા અને દિલીપભાઈ તલાવડીયાને ચોક્કસ બાતમી મળી હતી કે, સર્મપણ સર્કલ પાસે બાઈક ચોરી કરનાર આરોપી હાજર છે. જેથી પોલીસે તાત્કાલિક રેડ કરીને આરોપીને ઝડપી પાડ્યો હતો. ત્યારબાદ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં પીઆઇ જે.વી ચૌધરીની સૂચનાથી પીએસઆઇ આર કે કરમટા અને એચ.પી ગોહિલ સહિત એલસીબી સ્ટાફે કાર્યવાહી હાથ ધરી હતી.

Page-30.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *