Gujarat

જામનગર શહેર કક્ષાની યુવક નેતૃત્વ અને યોગાસન તાલીમ શિબિર યોજાઈ

કમિશનર શ્રી યુવક સેવા અને સંસ્કૃતિક પ્રવુતિઓ ગાંધીનગર દ્રારા આયોજિત જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી જામનગર સંચાલિત જામનગર શહેરકક્ષાની યુવક નેતૃત્વ અને યોગ તાલીમ શિબિરનું આયોજન તા.૨૪/૧૨/૨૦૨૧ થી ૩૧/૧૨/૨૦૨૧ દરમ્યાન શ્રી જી.એચ.ગોસરાણી કોલેજ, જામનગર ખાતે કરવામાં આવેલ હતું. આ શિબિરમાં ૧૫ થી ૩૫ વર્ષના ૫૦ જેટલા યુવક-યુવતીઓએ ભાગ લીધેલ હતો. જેમાં યુવાનોને વિવિધ તાલીમ જેવી ફાયર સેફટી, ટ્રાફિક નિયમન, ડીઝાસ્ટર મેનેજમેન્ટ વગેરે માહિતી આપવામાં આવેલ હતી. જેમાં ભાગ લેનાર તમામને પ્રમાણ પત્ર આપવામાં આવેલ હતા. આ શિબિરના સમાપન પ્રસંગે જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી નીતાબેન વાળા, કેમ્પસ ડીરેક્ટરશ્રી ડો.સ્નેહલ કોટક, NCC કેપ્ટન ડો.પ્રભાંશુ અવસ્થી, NSS કો-ઓર્ડીનેટરશ્રી એક્વાસા ખત્રી, યોગ કોચશ્રી પ્રીતીબેન શુક્લા, યોગ ટ્રેનર શ્રી બ્રીજલ ડેર ઉપસ્થિત રહ્યા હતા તેમ જિલ્લા યુવા વિકાસ અધિકારી જામનગરની યાદીમાં જણાવાયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *