Gujarat

જિલ્લાના શ્રેષ્ઠ રમતવીરોને સન્માનિત કરાયા: ખેલ મહાકુંભમાં ઉત્કૃષ્ટ દેખાવ કરનાર શાળાઓને પુરસ્કાર રાશીના ચેક અર્પણ કરાયા

 ૩૬મી રાષ્ટ્રીય રમતોનું યજમાન બન્યું છે ત્યારે જૂનાગઢ જિલ્લામાં રમત ગમત માટે વ્યાપક જનજાગૃતિ ઉભી થાય અને વિદ્યાર્થીઓ-યુવાનો ખેલ ક્ષેત્રે આગળ વધવા માટે પ્રોત્સાહન મળે તેવા આશય સાથે સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમાની અધ્યક્ષતામાં ખેલ જાગૃતિલક્ષી કાર્યક્રમ યોજાયો હતો.

    આ પ્રસંગે જિલ્લાના શ્રેષ્ઠ રમતવીરો અને ખેલ મહાકુંભમાં ઉત્કૃષ્ટ દેખાવ કરનાર શાળાઓને ટ્રોફી પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.

    જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના ઓડિટોરિયમમાં યોજાયેલા આ સમારોહમાં સંબોધતા શ્રી રાજેશભાઈ ચુડાસમાએ જણાવ્યું કે, તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ પ્રયાસો અને રાજ્ય સરકારની ખેલ પ્રોત્સાહક નીતિના પગલે ગુજરાતને રમત ગમત ક્ષેત્રે આગવી ઓળખ ઉભી કરવામાં સફળતા મળી છે. તત્કાલીન સમયમાં પ્રધાનમંત્રીશ્રીએ ગુજરાતના આંતર માળખાકીય વિકાસની સાથે સામાજિક વિકાસને પણ એટલું જ મહત્વ આપ્યું હતું. જેમાં રમત ગમત ક્ષેત્રે ખેલ મહાકુંભના માધ્યમથી વિદ્યાર્થીઓ-રમતવીરોને એક પ્લેટફોર્મ મળ્યું છે. ખેલાડીઓને પ્રોત્સાહન આપવાની સાથે ક્વોલીફાઈડ કોચ – ટ્રેનર દ્વારા ખેલકૂદ ક્ષેત્રે આગળ વધવા માટે માર્ગદર્શન મળી રહ્યું છે. રાજ્ય સરકારે રમત ગમત માટેના આંતર માળખાકીય સુવિધાઓ ઉપલબ્ધ કરાવાની સાથે રમતવીરોને યોગ્ય દિશા આપવામાં આવી રહી છે.

      સાંસદશ્રીએ ઉમેર્યું કે, ગુજરાત સરકારે ત્રણ મહિનાના ટૂંકા ગાળામાં રાષ્ટ્રીય રમતો માટેનું આયોજન કર્યું છે. ત્યારે આ રમતોત્સવમાં પ્રત્યક્ષ-પરોક્ષ રીતે જોડાઈએ. આ સાથે તેમણે વિદ્યાર્થીઓને રમતની સાથે સાથે અભ્યાસ પર ધ્યાન આપવા જણાવ્યું હતું.

   સાંસદશ્રીએ અંતમાં કહ્યું કે, ભૂતકાળમાં રમત ગમત માટે સુવિધાઓ અને વ્યવસ્થાઓનો અભાવ હતો ત્યારે આજે પ્રધાનમંત્રી શ્રી મોદીની દ્રષ્ટિવંત વિચારધારાના પગલે વિદ્યાર્થીઓએ જોયેલા સપનાઓ સાકાર થઈ રહ્યા છે.

   આ પ્રસંગે એપીએમસી- જૂનાગઢના ચેરમેન શ્રી કિરીટ પટેલે જણાવ્યું કે, ગુજરાત સરકારે વિદ્યાર્થીઓ રમતવીરો પોતાની પ્રતિભા ઉજળી કરી શકે તે માટે નવા આયામો આપ્યા છે. વર્ષ ૨૦૦૯માં શરૂ થયેલા ખેલ મહાકુંભથી રાજ્યની યુવા શક્તિને એક નવી ઓળખ મળી છે. ગુજરાત સરકારે યુવા શક્તિ ખેલ કુદક્ષેત્રે આગળ વધે તે માટે રૂ. ૫૦૦ કરોડનું માત્ર બજેટ ફાળવ્યું છે. સાથે જ વિદ્યાર્થીઓ ૧૦-૧૨ વર્ષની નાની ઉંમરથી જ રમતોમાં રુચિ કેળવાય તે દિશામાં આયોજન કરવામાં આવ્યું છે. જેથી વિદ્યાર્થીઓ યુવાન વયે રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય કક્ષાએ શ્રેષ્ઠ દેખાવ કરી શકે. આ સાથે શ્રી પટેલે દેશના શ્રેષ્ઠ રમતવીરોના નામોલ્લેખ કરી તેમાંથી પ્રેરણા મેળવી સમયનો સદુપયોગ અને વ્યસનથી દૂર રહેવા આગ્રહ કર્યો હતો.

     આ પ્રસંગે ડેપ્યુટી મેયર શ્રી ગિરીશભાઈ કોટેચાએ વિદ્યાર્થીઓને સ્પોર્ટ્સમેન સ્પિરિટ સાથે આગળ વધવા અને રમત ગમત ક્ષેત્રે રાષ્ટ્રીય- આંતરરાષ્ટ્રીય સ્તરે ગુજરાત ભારતનું નામ રોશન કરવા શુભકામનાઓ પાઠવી હતી.

    આ પ્રસંગે શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર  જિલ્લાના ખેલાડીઓ સર્વશ્રી ઝાલા આશા, મેઘનાથી શિલ્પા, માનસી મકવાણા, ઝાલા શ્રીધી અને ચૌહાણ કંચનનું ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવ્યો હતા.

     ઉપરાંત ખેલ મહાકુંભમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન    કરનાર જિલ્લા શહેર ની ત્રણ ત્રણ શાળાઓને અનુક્રમે રૂ.૧.૫૦ લાખ, ૧ લાખ અને ૭૫ હજારનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો. આ તો સાથ સાથો સાથ ખેલ મહાકુંભ રાજ્ય કક્ષાએ અંડર-૧૪ કેટેગરીમાં હેન્ડબોલમાં પ્રથમ ક્રમે વિજેતા બનનાર ભાઈઓ-બહેનો ની ટીમને  ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવ્યા હતાં.

    આ પ્રસંગે ફિટ ઇન્ડિયા માટેના શપથ લેવાની સાથે નેશનલ ગેમ્સનું એન્થમ સોંગ અને જૂનાગઢ ગીરની ઓળખ સમા નેશનલ ગેમ્સના મોસ્કોટ સિંહનું પણ એક વિડિયો ફિલ્મના માધ્યમથી નિદર્શન કરવામાં આવ્યું હતું.

    આ કાર્યક્રમના પ્રારંભે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર શ્રી વી. પી. ચોવટીયાએ શાબ્દિક સ્વાગત અને અંતમાં જિલ્લા યુવા વિકાસ અધિકારી સુશ્રી નીતાબેન વાળાએ આભાર વિધિ કરી હતી.

    જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી શાંતાબેન ખટારીયા, મેયર શ્રીમતી ગીતાબેન પરમાર,  સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી હરેશભાઈ પરસાણા, કારોબારી સમિતિના ચેરપર્સન શ્રીમતી કંચનબેન ડઢાણીયા, સાવજ ડેરીના ચેરમેન શ્રી દિનેશભાઈ ખટારીયા, શહેર ભાજપ પ્રમુખ શ્રી પુનિતભાઈ શર્મા,  શ્રી કલેકટર શ્રી રચિત રાજ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી મિરાંત પરીખ, મ્યુનિસિપલ કમિશનર શ્રી રાજેશ તન્ના, જિલ્લા પોલીસ વડા શ્રી રવિ તેજા વાસમ શેટ્ટી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી પી. વી. પટેલ, જિલ્લા રમત વિકાસ અધિકારી શ્રી ગૌરાંગ નરે, જિલ્લા રમત ગમત અધિકારી શ્રી વિશાલ દિહોરા સહિતના પદાધિકારીઓ અધિકારીઓ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ-રમતવીરો ઉપસ્થિત રહ્યા હતા.

36-th-National-game-jnd-3.JPG

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *