Gujarat

જિલ્લાના ૧૫,૯૩૧ વરિષ્ઠ નાગરિકોઓ ગ્રે કાર્ડનો લાભ લીધો  

જૂનાગઢ જિલ્લા કલેક્ટરશ્રી રચિત રાજના અધ્યક્ષસ્થાને વિવિધ વિભાગોના અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં IRCMSના કેસ, RFMS, iORA, સ્વાગત ફરિયાદ અને જમીન ફાળવણી સહિતની અરજીઓનો ત્વરિત નિકાલ કરવાની સૂચના આપવામાં આવી હતી.

જૂનાગઢ જિલ્લાના તમામ પ્રાંત અને કલેક્ટર કચેરીના અધિકારીઓ-કર્મચારીઓ સાથે આરઓ બેઠક તેમજ પ્રેઝન્ટેશન પર સંક્ષિપ્ત સમીક્ષા કરી અને વિવિધ રેવન્યુ પેરામીટર્સપડતર કેસોના નિકાલ અને શાખા મુજબની કામગીરી અંગે ચર્ચા કરી યોગ્ય થઈ રહે તે માટે જરુરી સૂચના આપી હતી. જેમાં IRCMSમાં ૬ મહિનાની સમય મર્યાદાથી ઉપરના ૧૬ કેસ છે પરંતુ તમામનો નિકાલ એક સપ્તાહમાં કરવામાં આવે તે માટે ઘટતું કરવામાં આવશે. નવેમ્બર-ડિસેમ્બર મહિના દરમિયાન RFMSમાં લગભગ  કુલ ૯,૫૦૦ અરજીઓ નોંધવામાં આવી છેતેનો નિકાલ થઈ રહે માટે સૂચના આપવામાં આવી હતી. ખાતેદાર ખેડૂતની અરજીઓના અસ્વીકાર અને દફતર ગુણોત્તરની સમીક્ષા કરી અને કાયદા મુજબ યોગ્ય પ્રક્રિયાને અનુસરવા સૂચના આપી હતી. ઇ-ધારા તાલુકા સમિતિના અમલીકરણમાં મામલતદારની ભૂમિકા વિશે સમીક્ષા કરી અને એન્ટ્રીઓના સમયસર નિકાલની ખાતરી કરવા જણાવ્યુ હતુ. જમીન શાખાને વિલંબ અંગે કન્વર્ન વિભાગને રીમાઇન્ડર પત્ર લખવા અને જો વિભાગ સહકાર ન આપે તો જિલ્લા સંકલનમાં મુદ્દો ઉઠાવવા સૂચના આપી હતી. રાત્રિ સભાનું આયોજન કરવા અંગે પણ તેમણે જણાવ્યુ હતુ. આ ઉપરાંત સ્વાગત ફરિયાદ અંગેની અરજીપીજી પોર્ટલ ઉપરની અરજી અને સાંસદધારાસભ્યની રજૂઆતોને ધ્યાને લઇ ત્વરિત તેના પર કામ કરવાની સૂચના આપવામાં આવી હતી. એક દીકરી હોય તેવા માતા-પિતાને જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પિંક કાર્ડ આપવામાં આવે છે. આ પિંક કાર્ડ ધારકોને સરકારી કામ કાજમાં લાઇનમાં ન ઉભવું પડે તે માટે એક દિકરીના માતા-પિતાને પિંક કાર્ડ આપવામાં આવે છે. જે અંતર્ગત છેલ્લા એક મહિનામાં એક દીકરીના માતા-પિતાને કુલ ૧૧,૯૩૩ પિંક કાર્ડ ઇસ્યુ કરવામાં આવ્યા છે. વરિષ્ઠ નાગરિકોને ગ્રે કાર્ડ આપવામાં આવે છેજેમાં વૃદ્વોને સરકારી કામ કાજ અર્થ લાઇનમાં ઉભું ન રહેવું પડે ત્યારે એક મહિનામાં ૧૫,૯૩૧ વરિષ્ઠ નાગરિકોઓ તેનો લાભ લીધો હતો.

cm-desh-board-meeting.jpeg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *