Gujarat

જિલ્લા કલેકટરે ઇ.વી.એમ અને વીવીપેટ નિદર્શન કેન્દ્રની મુલાકાત લીધી 

છોટાઉદેપુર જિલ્લાના વડામથક છોટાઉદેપુર ખાતે આવેલી કલેકટર કચેરી ખાતે કાર્યરત જનસેવા કેન્દ્ર ખાતે બનાવવામાં આવેલા ઇ.વી.એમ અને વીવીપેટ નિદર્શન કેન્દ્રની જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટર સ્તુતિ ચારણે મુલાકાત લીધી હતી.

આગામી ગુજરાત વિધાનસભાની ચૂંટણી-૨૦૨૨ને ધ્યાનમાં રાખી જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા સ્વીપ એકટીવીટીઝ અંતર્ગત જુદા જુદા પ્રકારની જનજાગૃતિ અર્થેની પ્રવૃતિ કરવામાં આવી રહી છે. જિલ્લાના મતદારોને મતદાન કેવી રીતે કરી શકાય એ માટે મતદારોને માર્ગદર્શન મળી રહે એ માટે જિલ્લા સેવાસદનમાં આવેલી કલેકટર કચેરી ખાતે કાર્યરત જનસેવા કેન્દ્ર ખાતે ઇ.વી.એમ અને વીવીપેટ નિદર્શન કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે. જનસેવા કેન્દ્રમાં કામ અર્થે આવતા નાગરિકોને મતદાનની સાચી પ્રક્રિયા અંગે માર્ગદર્શન મળે એ માટે આ ઇ.વી.એમ અને વીવીપેટ નિદર્શન કેન્દ્ર કાર્યરત કરવામાં આવ્યું છે.

જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટર સ્તુતિ ચારણે આ ઇ.વી.એમ અને વીવીપેટ નિદર્શન કેન્દ્રની મુલાકાત લઇ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મતદારોના માર્ગદર્શન માટે શરૂ કરવામાં આવેલા આ સેન્ટર કામગીરી અંગે વાકેફ થયા હતા. ઇ.વી.એમ અને વીવીપેટ નિદર્શન કેન્દ્ર ખાતે ઉપસ્થિત અધિકારી/કર્મચારીઓને જિલ્લા ચૂંટણી અધિકારીએ જરૂરી સૂચનો કરી ઉપયોગી માર્ગદર્શન આપ્યું હતું.

જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટરની આ ઇ.વી.એમ અને વીવીપેટ નિદર્શન કેન્દ્રની મુલાકાત દરમિયાન તેમની સાથે નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી આર.બી.ચૌધરી, છોટાઉદેપુર પ્રાંત અને મતદાર નોંધણી અધિકારી વિમલ ચક્રવર્તી, ચૂંટણી મામલતદાર એ.એમ. પ્રજાપતિ અને સંબંધકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

14-09-2022_-E.V.M-Ane-Vvpet-Nidarshan-kendrani-mulakat-1.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *