Gujarat

જિલ્લા ક્ષય કેન્દ્ર ખાતે એચઆઇવી ગ્રસ્ત આર્થિક રીતે ગરીબ બાળકો ને પૌષ્ટિક આહાર કીટ વિતરણ કરવામાં આવી.    

ક્રિપા ફાઉન્ડેશન તથા એપી એનજીઓ દ્વારા એચ આઇ વી ગ્રસ્ત બાળકોને આગળ દિવાળી ના તહેવારો દરમિયાન મદદ મળી રહે તેવા ઉમદા હેતુથી પૌષ્ટિક આહાર કીટ તૈયાર કરી ને આપવા માટે નો કાર્યક્રમ આજે જિલ્લા ક્ષય કેન્દ્ર છોટાઉદેપુર ખાતે રાખવામાં આવ્યો હતો જેમાં જિલ્લા ક્ષય અધિકારી ડો ભરતસિંહ ચૌહાણ તથા એઆરટી સેન્ટર નાં મેડિકલ ઓફિસર ડો. પ્રદિપ અસારી, જનરલ હોસ્પિટલમાં ફરજ બજાવતા ડેન્ટીસ્ટ ડો.કેવલ મોદી ઉપરાંત જિલ્લા ટીબી એચ આઇ વી કો- ઓર્ડિનેટર વાલસિંહભાઇ રાઠવા, જિલ્લા ફાર્માસિસ્ટ મનીષ મોદી તથા એઆરટી કાઉન્સિલર મયુરભાઈ ચૌહાણ તથા વિજય વણકર તેમજ એપી+ એનજીઓના પ્રકાશ બારીયા ઉપસ્થિત રહ્યા હતા.
  કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલ જિલ્લા ક્ષય અધિકારી ડો ભરતસિંહ ચૌહાણ એ એચ આઇ વી ગ્રસ્ત બાળકો માટે ક્રિપા ફાઉન્ડેશન તથા એપી+ એનજીઓ દ્વારા કરવામાં આવેલ આ સેવાકાર્ય ની સરાહના કરી હતી અને લાભાર્થી ઓને યોગ્ય રીતે ઉપયોગ કરવા અને પોતાની તંદુરસ્તી સારી રહે તેવી શુભેચ્છા સહ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

IMG-20221019-WA0022.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *