પ્રાથમિક શિક્ષક સંઘ છોટાઉદેપુર ની કારોબારી સભા જિલ્લા સંઘના પ્રમુખ રમણ ભાઈ રાઠવાની અધ્યક્ષતામાં યોજી જેમાં સંઘમાં કાર્યકરી મહા મંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ તેમજ જિલ્લા સંઘના તમામ હોદ્દેદારઓ તાલુકા ઘટક સંઘના પ્રમુખ , મંત્રીઓ તેમજ તાલુકા ઘટક સંઘના અને જિલ્લા સંઘના હોદ્દેદારો તેમજ કારોબારી સભ્યો હજાર રહ્યા જેમાં જિલ્લામાં થયેલા શિક્ષકોના કામો, શિક્ષકોના પડકારો, શિક્ષકોની માંગો, તેઓના પગાર ધોરણના અંગેના લાભો, જૂની પેંશન યોજના લાગુ કરવાની પહેલ, શિક્ષકોને આપવામાં આવતી શિક્ષણ સિવાય વધારાની કામગીરીનું ભારણ ઘટાડવા અંગે, સંગઠન ને મજબૂત કરવાની કામગીરી, અને જિલ્લા સંઘ અને તાલુકા સંઘની મુદત પૂરી થતાં આગામી ચૂંટણી અંગેની તારીખ કારોબારીના અધ્યક્ષ રમણભાઈ રાઠવા , મુખ્ય ચૂંટણી અધિકરી તરીકે કેશવભાઈ રાઠવા પુનિયાવાટની અને નિમણૂક કરી જાહેરાત કરવામાં આવી .
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


