Gujarat

જીએનએલયુમાં ભારતીય કિસાન સંઘના મહા સચિવનું નિવેદન

ગાંધીનગર
ગાંધીનગરની ગુજરાત નેશનલ લો યુનિવર્સિટીમાં લેન્ડ લોઝ એન્ડ લેન્ડ પ્લાનિંગ અંતર્ગત રિવિઝિટીંગ ઈન્ડિયાઝ લેન્ડ યુટીલાઈઝેશન પોલિસીઝ એન્ડ લેજીસ્લેશન્સ વિષય પર યોજાયેલ નેશનલ કોન્ફરન્સમાં ભારતીય કિસાન સંઘના મહા સચિવ મોહિની મોહન મિશ્રાએ નિવેદન આપ્યું હતું કે દેશને તાત્કાલિક લેન્ડ યુઝ પોલિસીની ખાસ જરૂરિયાત છે. ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી ખાતે બે દિવસ દિવસીય નેશનલ કોન્ફરન્સ યોજવામાં આવી હતી. ઉભરતી કલાઇમેટ ચેન્જ કટોકટી અને સસ્ટેનિબિલિટી અને સર્વાઈવલ પડકારો વિષે ચર્ચા કરવા, અને જમીનને લગતા વિવિધ કાયદાઓ અને નીતિનું મૂલ્યાંકન અને વિશ્લેષણ કરીને આ સમસ્યાઓના વ્યવહારિક ઉકેલો રજૂ કરવાના ઉદ્દેશથી આ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કોન્ફરન્સનાં ઉદ્‌ઘાટન સમારોહમાં ભારતીય કિસાન સંઘના અખિલ ભારતીય મહા સચિવ મોહિની મોહન મિશ્રાએ જણાવ્યું હતું કે આપણા દેશને તાત્કાલિક એક વ્યાપક જમીન ઉપયોગ નીતિ (લેન્ડ યુઝ પોલીસી) ની જરૂર છે. આવી નીતિમાં જમીન અને જમીનના સ્વાસ્થ્યને સુરક્ષિત રાખવા માટેના કાયદા હોવા જાેઈએ અને તેનો કડક અમલ થવો જાેઈએ. મિશ્રાએ કહ્યું કે આપણે ખાદ્ય સુરક્ષા અંગે ચિંતિત છીએ અને ખેતીનું ઉત્પાદન વધારવા માંગીએ છીએ. એવી ગેરસમજ છે કે આપણે ઉચ્ચ ઉપજ આપતા ૐૈખ્તર રૂૈીઙ્મઙ્ઘૈહખ્ત ફટ્ઠિૈીંઅ જીીીઙ્ઘજ બીજનો ઉપયોગ કરીને પાક ની વધુ ઉપજ મેળવી શકીએ છીએ. પરંતુ આપણે એ ન ભૂલવું જાેઈએ કે પાકની ઉપજ માત્ર બીજની ગુણવત્તા પર આધારિત નથી. પાકની ઉપજ ઘણા પરિબળો પર આધારિત છે. માટી, બીજ, પાણી, સૂર્યપ્રકાશ, પરાગ રજકો અને માનવ પરિબળ (ખેડૂત). બીજની ગુણવત્તા ગમે તેટલી સારી કેમ ન હોય પરંતુ માટીની ખરાબ ગુણવત્તાવાળી જમીન સારો પાક આપી શકતી નથી. તેથી, જાે આપણે બધા માટે ખાદ્ય સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે ખેત ઉત્પાદન વધારવા માંગતા હોઈએ તો આપણે જમીન અને જમીનના સ્વાસ્થ્ય ને જાળવવા પર ધ્યાન કેન્દ્રિત કરવું જાેઈએ.તેમણે કહ્યું કે સરકારે મોનો-એગ્રીકલ્ચર અથવા મોનો-વેરાયટલ એગ્રીકલ્ચરને લાગુ કરતી તમામ ટેકનોલોજી પર પ્રતિબંધ મૂકવો જાેઈએ. તેઓ જૈવવિવિધતા અને પાકની વિવિધતામાં ઘટાડો કરે છે અને જમીનના સ્વાસ્થ્ય માટે હાનિકારક છે.તેવી જ રીતે, સરકારે સુનિશ્ચિત કરવું જાેઈએ કે માટીની રચના, માઇક્રોબાયલ પ્રવૃત્તિઓ અને જમીનના સ્વાસ્થ્યના અન્ય પાસાઓ માટે હાનિકારક તમામ ઉત્પાદનો પર કાનૂની ચેતવણી છાપવામાં આવે. આવી ચેતવણી ખેડૂતોમાં જાગૃતિ લાવશે અને જમીનની ગુણવત્તા માટે હાનિકારક ઉત્પાદનોનો ઉપયોગ ઘટાડવામાં મદદ કરશે. મિશ્રાએ વધુમાં કહ્યું કે હર્બિસાઇડ્‌સ અને વિડીસાઇડ (નીંદણનાશક)નો બેફામ ઉપયોગ આપણી જમીનને મારી નાખે છે. વાસ્તવમાં, આપણા દેશમાં કોઈ ુીીઙ્ઘ – નીંદણ નથી. આપણે જેને નીંદણ કહીએ છીએ તે કાં તો ઔષધીય વનસ્પતિ છે અથવા ખાદ્ય પાક. તેથી, નીંદણની નવેસરથી વ્યાખ્યા કરવાની જરૂર છે.ગુજરાત સરકારના પૂર્વ અગ્ર સચિવ કિરીટભાઈ શેલત, આઈએએસ સુમંગલમ અને સુફલામ કોર ગ્રુપના સભ્ય અને કામધેનુ કૃષિ યુનિવર્સિટી અને આણંદ કૃષિ યુનિવર્સિટીના ભૂતપૂર્વ વાઇસ ચાન્સેલર, પ્રો. એમ. સી. વાર્ષનેય અને જીએનએલયુના ડિરેક્ટર પ્રો. ડૉ. એસ. શાંથાકુમાર પણ ઉદ્‌ઘાટન સમારોહમાં ઉપસ્થિત હતા.

File-02-Page-13.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *