ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી, અંતર ઝોનલ બેડમિન્ટન સ્પર્ધા નું આયોજન તાજેતરમાં એસવીઆઇટી દ્વારા એસ.એ.જી. સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, વાઘોડિયા, વડોદરા ખાતે કરવામાં આવ્યું હતું. અમદાવાદ ગાંધીનગર રાજકોટ સુરત અને વલ્લભ વિદ્યાનગર ઝોનની જીટીયુ સાથે સંલગ્ન એન્જિનિયરિંગ, ફાર્મસી, એમબીએ અને એમસીએ કોલેજોના ભાઈઓ ની ૧૦ ટીમ અને બહેનોની ૧૦ ટીમોએ ભાગ લીધો હતો.
સ્પર્ધામાં મુખ્ય અતિથિ તરીકે નેષ્ટના ચેરમેન શ્રી રોનકભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. તેઓએ ખેલાડીઓને જણાવ્યું હતું કે ઝોનલ લેવલે ખુબ સુંદર પ્રદર્શન કરી આંતર ઝોનલ લેવલે ભાગ લેતા, પહેલા કરતાં વધુ સારું અને સુંદર પ્રદર્શન કરી જીટીયુ માં વિજેતા થાવ એવી શુભેચ્છાઓ પાઠવી હતી. ટેકનિકલ અભ્યાસની સાથે સાથે ફિટનેસ અને સ્વાસ્થ્ય સારું રહે તે માટે પણ રમત-ગમતમાં ભાગ લેતા રહેવું. ખેલ દિલી પૂર્વક રમી સ્પર્ધામાં જે પરિણામ આવે તેની ચિંતા કર્યા વગર પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન કરવા માટે જણાવ્યું હતું.
સ્પર્ધામાં મુખ્ય પંચ તરીકે ડોક્ટર જગજીતસિંહ ચૌહાણ (ડીપીઈ કપડવંજ કોલેજ) અને તેમની ટીમે ખૂબ સુંદર સેવાઓ આપી હતી અને સ્પર્ધાને પૂર્વક પૂર્ણ કરી હતી.
ભાઈઓની સ્પર્ધામાં સેમિફાઇનલમાં VGEC ગાંધીનગર ની ટીમે, SCET સુરત ને હરાવી ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો હતો, જ્યારે બીજી સેમિફાઇનલમાં SVIT ની ટીમે CKPCET, સુરત ને ૩-૦ થી હરાવી ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો હતો.
આદિત્ય કદમ ની કેપ્ટનશીપમાં SVIT ની ટીમે સમગ્ર સ્પર્ધામાં ૩-૦ થી પોતાની બધી સ્પર્ધામાં જીત નોંધાવતી હતી અને ફાઇનલમાં પણ એક તરફ મુકાબલામાં VGEC કોલેજ ગાંધીનગર ને ૩-૦ થી હરાવી સતત ત્રીજા વર્ષે જીટીયુ બેડમિન્ટન સ્પર્ધામાં ચેમ્પિયનશિપ મેળવી હતી.
બહેનોની સ્પર્ધામાં ની LDCE અમદાવાદ ની ટીમે CKPCET, સુરત ની ટીમને ફાઇનલમાં હરાવી ચેમ્પિયનશિપ મેળવી હતી.
સમગ્ર સ્પર્ધાનું સફળ સંચાલન ડોક્ટર વિકાશ અગ્રવાલ ( ડીપીઈ એસ વી આઈ ટી-વાસદ) દ્વારા કરવામાં આવ્યું હતું.
સ્પર્ધા ની અંતે વિજેતા ખેલાડીઓને મુખ્ય અતિથિ ક્રિષ્ના પંડ્યા (ડીએસડીઓ વડોદરા) અને હેડ કોચ બેડમિન્ટન આકાશ વડોદરિયા (એસ એ જી વડોદરા)દ્વારા મેડલ અને ટ્રોફી એનાયત કરવામાં આવી હતી.
એસ.વી.આઇ.ટી. વાસદ ના અધ્યક્ષશ્રી રોનક કુમાર પટેલ, ઉપાધ્યક્ષ શ્રી હાર્દિક કુમાર પટેલ, મંત્રી શ્રી ગૌરાંગભાઇ પટેલ, સહ મંત્રી શ્રી નૈતિક પટેલ, ખજાનચી શ્રી અલ્પેશ ભાઈ પટેલ, ટ્રસ્ટી શ્રી સંજયભાઈ પટેલ, શ્રી સતિષભાઈ પટેલ, હેમંતભાઈ પટેલ, શ્રીમતી ગાયત્રીબેન પટેલ, કેમ્પસ ડાયરેક્ટર શ્રી દિનેશભાઈ પટેલ, આચાર્ય ડૉ.ડી.પી. સોની, ડૉ.વિકાશ અગ્રવાલ (સ્પોર્ટ્સ ડાયરેક્ટર) અને સમસ્ત એસ.વી.આઇ.ટી પરીવાર તરફથી ખૂબ સુંદર પ્રદર્શન કરી વિજેતા થયેલ સર્વે ખેલાડીઓને શુભેચ્છાઓ પાઠવવા માં આવી હતી.


