આઈ.ઓ.ટી. અને એ.આર. / વી.આર. એમ્બેડેડ ક્લાયમેન્ટ વોટર મેનેજમેન્ટ” તાલીમ યોજાવામાં આવી.
સાગર નિર્મળ
05/09/2022
જુનાગઢ કૃષિ યુનિવર્સીટીના ઇન્ક્યુબેસ્ન સેન્ટર ફોર એડ્વાન્સ ઈરીગેશન, જમીન અને જળ ઇજનેરી વિભાગ, કૃષિ ઈજનેરી અને ટેકનોલોજી મહાવિદ્યાલય દ્વારા રાષ્ટ્રીય કૃષિ ઉચ્ચશિક્ષણ કાર્યક્રમ ના આઈ.ડી.પી., આઈ. સી.એ.આર. હેઠળ“આઈ.ઓ.ટી. અને એ.આર. / વી.આર. એમ્બેડેડ ક્લાયમેન્ટ સ્માર્ટ વોટર મેનેજમેન્ટ” વિષય પર પાંચ દિવસીય વોકેશનલ તાલીમનું આયોજન કરેલ છે. આ તાલીમ નો ઉદઘાટન કાર્યક્રમ તા. ૦૫/૦૯/૨૦૨૨ નાં રોજ સવારે ૯.૦૦ કલાકે સેમીનાર હોલ, કૃ.ઈ.ટે.કો., જુ.કૃ.યુ. ખાતે રાખવામાં આવેલ. આ તાલીમ નો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓ ને સેન્સર્સ, આઈ.ઓ. ટી., આરડ્યુનો પ્રોગ્રામિંગ, રાસબરીપાઈ, નેટવર્ક સેટ-અપ, લોકલહોસ્ટ વેબ સર્વરનો ઉપયોગ કરીને કંટ્રોલ ડિવાઇસ, હેન્ડ્સ ઓન AR/VR અને સ્માર્ટ વોટર મેનેજમેન્ટથી સંબંધિત અનેક IoT પ્રોજેક્ટ્સની રચનાનું મૂળભૂત જ્ઞાન આવરી લેવાનો છે.
આ વોકેશનલ તાલીમના ઉદઘાટન કાર્યક્રમ પેટ્રોન ડો. ડી. આર. મહેતા, જુનાગઢ કૃષિ યુનિવર્સીટીના સંશોધન નિયામકશ્રી તેમજ આઈ. ડી. પી. યોજનાના પી.આઈ, ચેરમેન પ્રો. (ડો.) નરેન્દ્ર કુમાર ગોન્ટિયા,આચાર્ય અને ડીન. કૃ.ઈ.ટે.કો., ડો. એચ.એમ. ગાજીપરા, વિસ્તરણ શિક્ષણ નિયામક, ડો. પી. એમ. ચૌહાણ, અક્ષય ઉર્જા ઇજનેરી વિભાગ ના પ્રાધ્યાપક અને વડા, કૃ.ઈ.ટે.કો., ડો. આર. એમ. સોલંકી, વિદ્યાર્થી કલ્યાણ પ્રવુતિઓ, ડો. એસ. જી સાવલીયા, આચાર્ય અને ડીન., કૃષિ મહાવિદ્યાલય, ડો. ડી.કે. વરુ, આચાર્ય અને ડીન. બાગાયત મહાવિદ્યાલય, ડો. સી. ડી. લખલાણી, આચાર્ય અને ડીન. પી.જી. એ. આઈ. બી.એમ. મહાવિદ્યાલય, ડો. કે. સી. પટેલ , ડાયરેક્ટર આઈ.ટી. તેમજ અન્ય મહાનુભાવો હાજર રહેલ.
આ કાર્યક્રમ ના આયોજન કરતા તેમજ જળ અને જમીન ઇજનેરી વિભાગ ના પ્રાધ્યાપક અને વડા ડો. એચ. ડી. ર્રાંક એ પ્રાસંગિક પ્રવચન માં આ તાલીમ નું મહત્વ તેમજ કૃષિ માં આઈ.ઓ.ટી. અને એ.આર. / વી.આર. ના ઉપયોગ થી વાતાવરણ બદલવામાં ખેતીને અનુકુળ કરી શકાય તેમજ વોટર મેનેજમેન્ટ કરી શકાય તેના વિષે માહિતી આપેલ.
આ કાર્યક્રમ માં મુખ્ય અતિથી તરીકે ડો. વિનય નાન્ગીયા, રીસર્ચ પ્રોગ્રામ લીડર, આઈ.સી.એ.આર.ડી.એ., મોરોકો થી ઓનલાઈન માધ્યમ થી જોડાયેલ. ડો. વિનય નાન્ગીયા એ કૃષિ ઇજનેરી અને ટેકનોલોજી મહાવિદ્યાલય ના ભૂતપૂર્વ વિદ્યાર્થી ની સફર નો પોતાના વક્તવ્ય માં છણાવટ કરેલ. તેમને આઈ.ઓ.ટી અને પ્રિસિઝન એગ્રીકલ્ચર નો કૃષિ ક્ષેત્ર માં રહેલ મહત્વ અને ઉપયોગીતા વિષે વિસ્તૃત માહિતી આપેલ. તેમણે આ તાલીમ લઇ રહેલ વિદ્યાર્થીઓ ઓને આ તાલીમ ભવિષ્યમાં કઈ રીતે કારકિદી માં ઉપયોગી નીવડી શકે તેનું મહત્વ સમજાવેલ તેમજ જુનાગઢ કૃષિ યુનિવર્સીટીના અધિકારીઓ ને અભિનંદન પાઠવેલ.
આ કાર્યક્રમ માં અતિથી વિસેશ તરીકે સુભાસ ટેકનીકલ કેમ્પસ ના ડાયરેક્ટર ડો. દીપક ડી. પટેલ ખાસ હાજર રહેલ. તેમણે તેમના વક્તવ્ય માં જણાવેલ કે આ પ્રકાર ની અત્યાધુનિક તકનીકો બે થી ત્રણ દાયકા પહેલા માત્ર કલ્પના કરી શકતા જેનો આજે ઉપયોગ બહુ સામાન્ય થયેલ છે. તેમણે જણાવેલ કે આજના બદલાતા વાતાવરણ માં આઈ.ઓ.ટી. અને એ.આર./વી.આર. નો ખુબજ મહત્વનો ફાળો રહેલ છે તેમાં પણ ખાસ કરી ને કૃષિ ક્ષેત્ર માં આ તકનીકો નો બહોળો ઉપયોગ કરવો જરૂરી છે.
આ કાર્યક્રમ માં અતિથી વિસેસ તરીકે કૃષિ ઇજનેરી અને ટેકનોલોજી મહાવિદ્યાલય ના ભૂતપૂર્વ વિદ્યાર્થી અને નેટાફેમ ઈરીગેસ્ન ઈન્ડયા ના ગુજરાત ના હેડ અરુણ વિરમગામા ઓનલાઈન માધ્યમ થી જોડાયેલ. અરુણ વિરમગામા એ પોતાના વક્તવ્ય માં સ્માર્ટ ઈરીગેસ્ન નો કૃષિ માં ઉપયોગ વિષે વિસ્તૃત માહિતી આપેલ. તમને હાલ ની પરિસ્થિતિ માં પિયત પદ્ધતિ માં મજુરો ની તંગી અને તેનાથી થતા નુકસાન વિષે અવગત કરાવેલ તેમજ ઓટોમેશન ઇન ઈરીગેશન દ્વારા કઈ રીતે કૃષિ માં ક્રાંતિ લાવી શકાય તેના વિષે વિગતવાર તકનીકી માહિતી આપેલ. તેમણે કૃષિ ઇજનેરી અને ટેકનોલોજી મહાવિદ્યાલય માં આઈ.ડી.પી. અંતર્ગત માઈક્રો ઈરીગેસ્ન સિસ્ટમ નેટ બીટ વિષે પણ વિગતવાર માહિતી આપેલ.
સદરહું કાર્યક્રમ ના પેટ્રોન અને જુનાગઢ કૃષિ યુનિવર્સીટીના સંશોધન નિયામકશ્રી તેમજ આઈ. ડી. પી. યોજનાના પી.આઈ ડો. ડી. આર. મહેતા, એ પ્રાસંગિક ઉદબોધન માં ૬૧ માં શિક્ષક દિવસ ની બધા ને શુભકામના પાઠવેલ અને શિક્ષક દિવસ થી શરુ થતી તાલીમ માં વિદ્યાર્થીઓ ને પૂર્ણ જોશ થી ભાગ લેવા આહવાહન કરેલ. તેમને બદલાતી વૈશ્વિક આબોહવા ને લીધે કૃષિ અને ઘરેલું પાણી ના ઉપયોગ માં થયેલ ગંભીર તંગી વિષે ધ્યાન દોરેલ તેમજ અન્ન ઉત્પાદન માં આઈ.ઓ.ટી. અને એ.આર./વી.આર. જેવી અતિઆધુનિક તકનીકો ના સમન્વય થી ઓછા પાણીએ વધુ અનાજ ઉત્પાદન કરી શકાય તેની ઉપયોગીતા વિષે જણાવેલ. તેમણે રાષ્ટ્રીય કૃષિ ઉચ્ચશિક્ષણ કાર્યક્રમ ના આઈ.ડી.પી. અંતર્ગત અગાઉ ની તાલીમ માં વિદ્યાર્થીઓ દ્વારા આઈ.ઓ.ટી.ના વિવિધ પ્રોજેક્ટ બનાવેલ તેની પણ સરાહના કરેલ.
આ કાર્યક્રમ ના અધ્યક્ષ તેમજ કૃષિ ઇજનેરી અને ટેકનોલોજી મહાવિદ્યાલય ના આચાર્ય અને ડીન શ્રી પ્રો. (ડો.) નરેન્દ્ર કુમાર ગોન્ટિયા એ પ્રાસંગિક સંબોધન માં સર્વે ને શિક્ષક દિવસ ની શુભકામના પાઠવી અને જણાવેલ કે જુનાગઢ કૃષિ રાષ્ટ્રીય કૃષિ ઉચ્ચશિક્ષણ કાર્યક્રમ ના આઈ.ડી.પી., આઈ. સી.એ.આર. અંતર્ગત વિદ્યાર્થીઓ ના સર્વાંગી વિકાસ માટે અનેકવિધ કાર્યકમો જેવાકે આંતરરાષ્ટ્રીય તાલીમ, વોકેશનલ તાલીમ, સ્કીલ ડેવલપમેન્ટ તાલીમ અંતર્ગત અંદાજીત ૧૦૦ થી વધુ તાલીમો નું આયોજન છેલ્લા ત્રણ વર્ષ માં કરેલ છે જેમાં આઈ. ઓ. ટી. નો કૃષિ માં ઉપયોગ વિષય પર વિદ્યાર્થીઓ માટે ત્રીજી તાલીમ નું આયોજન થયેલ છે. તેમજ કૃષિ ઈજનેરી અને ટેકનોલોજી મહાવિદ્યાલય દ્વારા વિકસાવવામાં આવેલ આર્ટીફીસીયલ ઈન્ટેલીજન્સ લેબોરેટરી , ડ્રોન અને રોબોટીક્સ લેબોરેટરી જેવી અત્યાધુનીક સુવિધાઓ નો વિદ્યાર્થીઓ દ્વારા થઇ રહેલ ઉપયોગ વિષે માહિતગાર કરેલ. તેમણે જણાવેલ કે કૃષિ ક્ષેત્ર માં અત્યાધુનિક તકનીકો નો ઉપયોગ દીન-પ્રતિદિન વધી રહ્યો છે. તેમણે જણાવેલ કે કૃષિ યાંત્રિકીકરણ માં આઈ.ઓ.ટી. અને એ.આર./વી.આર. જેવી તકનીકો ના ઉપયોગ નો ખુબજ અવકાશ રહેલ છે. તેમણે વિદ્યાર્થી ઓ ને આ તાલીમ ના માધ્યમ થી આ ક્ષેત્ર માં રહેલ સુવર્ણ તક ને ઝડપી લેવા માટે આહવાહન કરેલ , જેના દ્વારા તેઓ તેમના ઉજ્જવળ ભવિષ્ય નો નવો રસ્તો કંડારી શકે.
આ કાર્યક્રમ ના ઓર્ગેનાઈઝિંગ સેક્રેટરી ડો. એચ. ડી. ર્રાંક, પ્રાધ્યાપક અને વડા, જમીન અને જળ ઇજનેરી વિભાગ, કો-ઓર્ગેનાઈઝિંગ સેક્રેટરીઓ ડો. આર. જે પટેલ. મદદ. પ્રાધ્યાપક, જમીન અને જળ ઇજનેરી વિભાગ, પ્રો. જી. ડી. ગોહિલ, કન્વીનર, આઈ.ડી. પી. સેલ તેમજ વિવિધ કમિટી ના કન્વીનરશ્રીઓ તથા સભ્યશ્રીઓ આ કાર્યક્રમ ને સફળ બનાવવા માટે ભારે જહેમત ઉઠાવી રહ્યા છે.

