સાગર નિર્મળ
જૂનાગઢ
જુનાગઢ વિસાવદર વેકરીયા ગામની આંગણવાડીની હેલપરની ખાલી પડેલ જગ્યાની ભરતીમાં ગેરરીતી થયાના આક્ષેપોનું ભૂત ધુણવાનું હજુ બંધ નથી થયું ત્યાં વધુ ચોકવનારી વિગતો બહાર આવી.
સરકાર દ્વારા કુપોષણ નાબુદ કરવા કરોડો રૂપિયા ખર્ચીને ખુબજ સરસ સંકલિત બાળ વિકાસ યોજના ચલાવામાં આવે છે, સગર્ભાબહેનો, ધાત્રીમાતાઓ, કિશોરીઓ અને બાળકોને સુપોષિત આહાર મળે તે માટે અર્થાત પ્રયત્નો પણ કરવામાં આવે છે. પરંતુ જુનાગઢ જીલ્લાના વિસાવદર તાલુકાની વેકરીયા ગામમાં બે આંગણવાડીમાં લાલીયાવાડી ચાલતી હોવાની વિગતો મળેલ છે. વેકરીયા ગામમાં બે આંગણવાડી એકદમ પાસે પાસે આવેલ છે. જેમાંથી સવારે ૧૧ વાગ્યે આંગણવાડી કેન્દ્રના સમયે એક આંગણવાડીમાં ફરજ પરના તેડાગર બહેન યુનિફોર્મ વગર હાજર હોય છે જ્યારે વર્કરબહેન વગર રજાએ યુનિફોર્મ વગર ઘરેથી દોડીને આવે છે. બન્ને આંગણવાડીકેન્દ્રમાં એક પણ બાળક કે કોઈ લાભાર્થી હાજર જોવા મળતા નથી. સવારનો નાસ્તો કે બપોરનો નાસ્તો પણ જોવા મળેલ નથી. આ બાબતે હેલ્પર બહેન એવું જણાવે છે કે વર્કરબહેન ઘરેથી તૈયાર કરીને લાવશે. અહી પોર્ટોકોલ મુજબ આંગણવાડી કેન્દ્ર કાર્યરત ના હોવા પાછળ આંગણવાડીનાં વર્કર અને હેલ્પર સાથે મુખ્યસેવિકા, સંકલિત બાળ વિકાસ યોજના અધિકારી અને પોગ્રામ ઓફિસરની નબળી કામગીરી અને નબળું સુપરવિઝનનો પણ જવાબદાર છે કે કોઈ મિલીભગત તે પણ અહી એક સવાલ છે?
જો કે પોગ્રામ ઓફિસરે હકારત્મક વલણ સાર્થે મીડિયાનો આભાર પણ વ્યકત કરતા વિશેષ એવું પણ જણાવ્યું હતું કે એક હજાર કરતા વધુ આંગણવાડી અમોને શોપવામાં આવેલ છે ત્યારે અમે બધે પહોચી ના શકીએ એટલે અમારી ફરજ તમે નિભાવી છે અને આ કામગીરી કરીને અમને જાણ કરી એટલે આ તંત્ર સુધરે!
આ બાબતે જિલ્લા પોગ્રામ ઓફિસર શારદાબહેન દેશાઈને પૂછતાં તેઓ એ જણાવ્યું હતું કે, કોઈ આંગણવાડી અનિયમિત ચાલે તો અમે સી.ડી.પી.ઓ. અને મુખ્યસેવિકા બન્ને પર કાર્યવાહી કરીશું! તમે અમને પ્રૂફ આપો એટલે અમે ખુલાસો પૂછીશું અને કાયદેસરની કાર્યવાહી કરીશું.ખોટું તો ચલાવવાનું જ નથી.
આ બાબતે રાજકોટ ઝોનના રીજીનોલ ડીરેકટર અંકુરબહેન વૈદ્યને પણ જાણ કરતા તેઓએ જણાવ્યું હતું કે, પોગ્રામ ઓફિસરને કાર્યવાહી કરવા માટે જણાવવામાં આવશે.
હવે જોવાનું રહ્યું કે તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી થાય છે કે કેમ? અને જિલ્લા કક્ષાએ બેસેલા પોગ્રામઓફિસરની પણ કોઈ જવાબદારી છે કે કેમ?


