ગિરગઢડા
ભરત ગંગદેવ
મહાનગરપાલિકા જૂનાગઢમાં કર્મચારીઓના હાજરી માટે ડીજીટલ મશીન શોભના ગાઠીયા સમાન બની ધૂળ ખાય છે.
મહાનગરપાલિકા જૂનાગઢની કચેરીમાં કર્મચારીઓની હાજરી માટે ડીજીટલ મશીન તો મુકવામાં આવ્યા પરંતુ ગુટલીબાજ કર્મચારીઓ પર અમીદ્રષ્ટિ રાખતા પાલિકાતંત્ર દ્વારા દરકાર ન લેતા હાલમાં બંધ જોવા મળી રહ્યા છે. મહાનગરપાલિકા જૂનાગઢની કચેરીના કર્મચારીઓ બગીચાની જેમ મનઘડત સમયે આવતા હોવાની અને વહેલા જતા રહેતા હોવાથી નિયત સમયમાં કામ થતા ન હોવાથી અરજદારોને પણ ધક્કા ખાવા પડે તેવી પરિસ્થિતિનું નિર્માણ થશે તેવી બુદ્ધિજીવી વર્ગમાં ચર્ચા થતી જોવા મળે છે.
અગાઉના કર્મનીષ્ટ કમિશ્નર દ્વારા સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરતા ઘણા કર્મચારીઓની ગેરહાજરી જોવા મળી હતી અને તમામ પર કાર્યવાહી પણ થયેલ હોવાની વિગતો પણ મળી હતી. અહી સવાલએ છે કે ક્યાં કારણોસર આ મશીન બંધ રાખવમાં આવ્યા છે? શું આ મશીન બંધ હોવા પાછળ ક્યાંક ગુટલીબાજ અધિકારી કે કર્મચારીનો તો હાથ નહી હોય? આખરે ક્યાં આધારે કર્મચારીની સંપૂર્ણ હાજરીની નોધ લેવાતી હશે અને કયા આધારે હાજરીનું વેતન (પગાર) ચુકવતા હશે?
એક તરફ ડીજીટલ જમાનામાં આ પ્રકારની સવલતો હોવા છતાં હાજરી માટેની આ સીસ્ટમ બંધ જ રાખવી હોય તો આ પ્રકારના ખર્ચાઓ કરી નાણાકીય વ્યય કરવાની મહાનગરપાલિકા જુનાગઢને શું જરૂર છે તેવી નગરચર્ચાએ જોર પકડ્યું છે તો બીજી તરફ જવાબદાર અધિકારી દ્વારા કોઈ પગલા લેવાશે કે કેમ અને આ બધું થોડા દિવસમાં ચાલુ થશે તો પણ બંધ થઈ જશે તેવી ચર્ચાઓ મનપા કર્મચારી વર્તુળમાં થતી હોય છે.
અંતે જોવાનું રહ્યું કે ખરેખર ગુટલીબાજ કર્મચારીઓ માટે આ મોકળું મેદાન ક્યાં સુધી ખુલ્લું રહે છે.


