Gujarat

જૂનાગઢના ચોરવાડમાંથી ચરસનો જથ્થો ઝડપાયો, ર્જીંય્એ ૫ લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો

જૂનાગઢ
જૂનાગઢ જિલ્લામાં નશાનો કાળો કારોબાર વધુ પથરાય તે પહેલાં જ જિલ્લાના ચોરવાડ વિસ્તારમાંથી ચરસનો જથ્થો એસ.ઓ.જી એ બાતમીના આધારે પકડી પાડ્યો છે. જુનાગઢ એસ.ઓ.જી રેન્જના ઇન્ચાર્જ નાયબ પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડીયા અને જૂનાગઢ એસ.પી રવિ તેજા વાસમસેટ્ટીની સુચના અને માર્ગદર્શનથી જૂનાગઢ જિલ્લામાં નશીલા પદાર્થો (એન.ડી.પી.એસ.)ની બદીને ડામવા અને સદંતર નેસ્તનાબુદ કરવા, આવા ગેરકાયદેસર નશીલા પદાર્થોનું વેંચાણ કરતા ઇસમોને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવા માટે ખાસ સુચના આપવામાં આવી હતી. જેમાં જૂનાગઢ એસ.ઓ.જી.ના પીઆઈ એ.એમ.ગોહિલ તથા પો.સ્ટાફના માણસોને સતત વોચમાં રખાતા જૂનાગઢ એલ.સી.બી.ના પીઆઈ એચ.આઇ. ભાટ્ટી, પીએસઆઈ જે.જે.ગઢવી અને એસ.ઓ.જી.પીઆઈ એ.એમ.ગોહિલનાઓને બાતમીદારોની ચોક્ક્‌સ બાતમી મળી હતી કે, “ કુકસવાડા ગામે રહેતો દિપક ભનજીભાઇ સોલંકી અને કેશોદ ગામે રહેતો શરદ મનસુખભાઇ ડાભી આ બન્ને ઇસમો ગડુથી ખોરાસા ગીર તરફ જતા રસ્તે પોત પોતાની મોટર સાયકલો લઇ નશીલા પદાર્થ નાર્કોટીક્સ (ચરસ) લેતી-દેતી કરવાના છે. બાતમીના આધારે એસ.ઓ.જી. ટીમ દ્વારા ઇસમોને ખોરસા રોડ પરથી ચરસના જથ્થો ૩.૧૪૭ કિ.ગ્રા. જેની કિ.રૂ ૪ લાખ ૭૨ હજાર ૫૯ તથા મોબાઇલ નંગ-૨ કિ.રૂ. ૧૦ હજાર તથા મોટર સાઇકલ.-૨ કિ.રૂ.૫૦ હજાર તથા રોકડ રૂ.૫૦/- મળી કુલ કિ.રૂ. ૫ લાખ ૩૨ હજાર ૧૦૦ના મુદ્દામાલ સાથે પકડી પાડી મુદ્દામાલ કબજે કરી એસ.ઓ.જી.ના પીઆઈ. એ.એમ.ગોહિલ તથા એ.એસ.આઇ પી.એમ.ભારાઇ, સામત બારીયા, તથા પો.હેડ કોન્સ. મજીદખાન પઠાણ, અનિરૂધ્ધસિંહ વાંક, રવિકુમાર ખેર, ભરતસિંહ સિંધવ, પરેશ ચાવડા, જયેશ બકોત્રા તથા પો.કોન્સ, શૈલેન્દ્રસિંહ સીસોદીયા, વિશાલ ડાંગર વગેરે સ્ટાફ દ્વારા આરોપીઓને પકડી ચોરવાડ પોલીસ સ્ટેશનમાં એન.ડી.પી.એસ એક્ટ મુજબ ગુનો રજી. કરાયો છે. તેમજ આગળની તપાસ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *