જૂનાગઢ શહેરી વિસ્તારમાં ૧૮૧ મહિલા હેલપલાઇનમાં એક કોલ આવેલ જેમાં એક પીડિત મહિલા દ્વારા જણાવવામા આવેલ કે તેમનાં પતિ તેમને રાખવાની ના પાડતા હોય અને ધર છોડીને ક્યાંક જતા રહેલ છે જેથી તેઓ એકલા છે તેમજ હાલ કોઈ સહારો પણ નથી ત્યારે ૧૮૧ મહિલા હેલપલાઇનની મદદની આવશ્યકતા છે. હેલ્પલાઇનમાં આવેલ કોલની ગંભીરતા સમજી સત્વરે ૧૮૧ મહિલા હેલ્પલાઇન જૂનાગઢની કાર્યરત ટીમના કાઉન્સેલર અરુણાબેન કોલડીયા તથા મહિલા પોલીસ કોન્સ્ટેબલ કિરણબાળા ગોંડલીયા તેમજ પાયલોટ રાહુલભાઇ ખાવડું સહિત પીડિતા દ્વારા જણાવેલ સ્થળ પર પહોંચી પીડિતાને મળી કાઉન્સેલીંગ કરવામાં આવ્યું હતું જેમાં મળેલ વિગતો મુજબ તેમણે પ્રેમ લગ્ન જ્ઞાતિ બહાર કરેલા હતા અને સાસરીવાળા તેમને સ્વીકારતા પણ ન હોય અને અધૂરામાં પૂરું તેમના પતિ પણ લગ્નજીવનના ૨૩ દિવસમાં જ તેમને રાખવાની પણ ના પાડેલ છે અને પિયરમાં માતા સાથે પણ કોઈ વ્યવહારિક સબંધ પણ ના હોય ત્યારે આ પીડિત મહિલાને કોઈ ઉપાય ન હોય જેથી આત્મહત્યા કરવાનો વિચાર વ્યક્ત કરતા હતાં ત્યારે પીડિત મહિલાને સાંભળી પરિસ્થિતિનો તાગ મેળવી તેમને સાંત્વના આપેલ અને કાયદાકીય માર્ગદર્શન આપવામાં આવ્યા બાદ હાલ મહિલાને લાંબાગાળામાં કાઉન્સેલિંગની જરૂરીયાત જણાય આવતા તેમને રહેવા માટે આશ્રય પણ ના હોય.l તેમજ તેમનાં દ્વારા મહિલા પોલીસ સ્ટેશનમાં આ અંગેની ફરિયાદ અરજી પણ આપેલ હોવાથી અન્ય કોઈ કાયદાકીય કાર્યવાહી કરવી જરૂરિયાત ના જણાવતાં તેમને ઘરેલું હિંસા પીડિત મહિલાઓ માટે ચાલતાં સખી વન સ્ટોપ સેન્ટર વિશે માહિતી તેમજ માર્ગદર્શન આપતા મહિલાને હાલ કામચલાઉ આશ્રય માટે જવું હોય જેથી સખી વન સ્ટોપ સેન્ટરમાં લાવામમાં આવ્યા હતા અને હાલ આશ્રય અપાવામાં આવ્યો હતો તેમજ પીડિત મહિલાને આત્મહત્યા ના વિચાર માંથી મુક્ત કરવાના પ્રયત્ન હાથ ધરવામાં આવતા 181 મહિલા હેલપલાઇન દ્વારા વધુ એક જીવ બચાવી પ્રશંસનીય કામગીરી હાથ ધરવામાં આવી હતી.
