Gujarat

જૂનાગઢના મુખ્ય રસ્તા પર વરસાદનું પાણી ભરાતા જૂનાગઢ બેટમાં ફેરવાયું.

ઇન્ચાર્જ કર્મચારીઓ અને અધિકારીઓના ભરોસે ચાલતી મહાનગપાલિકાની કામગીરી નબળી પુરવાર થઈ.
સાગર નિર્મળ
જૂનાગઢ
જૂનાગઢ શહેરના મુખ્યમાર્ગ ગણાતા એમ.જી.રોડ પર વરસાદી પાણી ભરાતા નગરજનોને ભારે હાલાકી ભોગવવી પડી હતી.
જૂનાગઢ મહાનગપાલિકા એક તરફ પ્રીમોન્સુન કામગિરી કરેલ હોવાના પોકળ દાવાઓ કરી રહી છે તો બીજી તરફ જૂનાગઢના વિવિધ વિસ્તારોમાં પાણી ભરાતા હોવાના અહેવાલ મળી રહ્યા છે. જૂનાગઢનો મધ્યસ્થ વિસ્તાર કહેવાતા નવાનાગરવાળા વિસ્તારમાં દોઢ દોઢ ફૂટ પાણી ભરાયાં હતાં અને સ્થાનીક લોકોના ઘરમાં વરસાદી પાણી ભરાતા હોવાની વિગતો મળી રહી છે.
આ બાબતે ક્યાંક નગરસેવક અને નગરજનો વચ્ચે ઉગ્ર રજૂઆત થતી પણ જોવા મળી રહી છે. કરશનભાઈ ચાવડાએ જણાવ્યું કે અવારનવાર રજૂઆત કરવા છતાં મારા ઘર પાસે એટલું પાણી ભરાય છે કે મારે ચાલુ વરસાદે ગટરના ઢાંકણા પાસે જતો પ્લાસ્ટીકનો કચરો કાઢવો પડે છે અને ચોમાસાના ચાર મહિના મારે બહારગામ જવાનું થાય તો પણ હું જતો નથી.
કહેવત છે કે દશેરાનાં દીવસે ઘોડા ન દોડે તેમ જ્યારે ખરેખર જરૂર હોય ત્યારે જ મહાનગપાલિકાનાં કર્મચારીઓ ગંભીરતા લેતા નથી. નાના ભૂલકાઓના સ્કૂલ વાહનો પણ ચાલી શકતા નથી બાળકોને શાળાથી પરત આવવા જવામાં મુશ્કેલી પડે છે, વ્યવૃધ્ધ સિનિયર સીટીઝન પણ વરસાદી પાણી ભરાતા બહાર નીકળી શકતા નથી.
જો કે નગરસેવક એવું જણાવ્યું હતું કે મે તો મહાનગપાલિકા કચેરીને લગત તમામ માહિતીઓ લેખિતમાં આપેલ છે અને મને તમામ કામો થયા હોવાનો પત્ર પણ આપવામાં આવ્યો છે. ત્યારે અહી સવાલ એ ઉઠે છે કે શું ચોમાસા પહેલાની કામગીરીઓ માત્ર કાગળ ઉપર જ કરવામાં આવી છે કે કેમ?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *