Gujarat

જૂનાગઢની બહાઉદ્દિન વિનિયન કોલેજ ખાતે તા.૧૫મીએ મહિલા રોજગાર ઇચ્છુકો માટે ભરતી મેળો યોજાશે….

૨૦૨૨ (બુધવાર) જૂનાગઢની બહાઉદ્દિન વિનિયન કોલેજ ખાતે તા.૧૫ ડિસેમ્બર, ૨૦૨૨ને ગુરુવારના રોજ મહિલા રોજગાર ઇચ્છુકો માટે ભરતી મેળો યોજાશે.

જૂનાગઢ જિલ્લાના ઉત્સાહિ અને ઉર્જાવાન રોજગાર ઇચ્છુકોને રોજગારીનો ઉમદા અવસર પ્રાપ્ત થાય તેવા હેતુસર ખાનગી ક્ષેત્રના એકમ સિન્ટેક્ષ ઇન્ડસ્ટ્રીઝ લિ., લુણસાપુર ખાતે પડેલી વિવિધ જગ્યાઓ માટે ૧૮ થી ૩૫ વર્ષની વય ધરાવતા તેમજ એસ.એસ.સી પાસ ફક્ત મહિલા રોજગાર ઇચ્છુકો માટે અનુબંધમ વેબ પોર્ટલના  માધ્યમથી ભરતી મેળાનું આયોજન શ્રી બહાઉદ્દિન વિનિયન કોલેજ જૂનાગઢ ખાતે તા.૧૫/૧૨/૨૦૨૨ના રોજ સવારે ૧૦:૩૦ કલાકે યોજાશે.

આ ભરતી મેળામાં ભાગ લેવા  હેતુસર રોજગાર ઇચ્છુકોએ શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો તેમજ જરૂરી દસ્તાવેજો સાથે ભરતીમેળા સ્થળ પર ઉપસ્થિત થવાનું રહેશે. અનુબંધમ પોર્ટલ પર જોબસીકર તરીકે નોંધણી કરાવવી ફરજિયાત છે. અનુબંધમ પોર્ટલ પર જોબસીકર માટેની રજીસ્ટ્રેશન લીંક https://anubandham.gujarat.gov.in/account/signup પરથી નોંધણી કરવાની રહેશે. નોંધણી થયા બાદ પોર્ટલ પર જોબફેર મેનુંમાં કલીક કરી જરૂરી વિગત ભર્યા બાદ જોબફેરમાં ભાગ લઇ શકશે. વધુ માહિતી અને માર્ગદર્શન માટે કચેરી સમય દરમિયાન જિલ્લા રોજગાર વિનિમય કચેરી, જૂનાગઢના કોલસેન્ટર નંબર ૬૩૫૭૩૯૦૩૯૦ પર સંપર્ક કરવા એક યાદીમાં જણાવવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *