Gujarat

જૂનાગઢમાં ગાયોને ગરમીથી રક્ષણ મળે તેવા ઉમદા હેતુથી અનોખો સેવાયજ્ઞ કરતા સમીરભાઈ દતાણી

સાગર નિર્મળ
જૂનાગઢ
જૂનાગઢમાં બાબા મિત્ર મંડળ દ્વારા ખાસ કરીને ગાયો માટે ગોળ અને વરીયાળી અને પાણી નાખી શરબત બનાવી જૂનાગઢની ગલીએ ગલીએ ગાયો સુધી પહોચાડવામાં આવે છે.
ઉનાળાની અસહ્ય ગરમીથી બચવા તેમજ રક્ષણ મેળવવા માણસ તો નતનવા ઉપાયો શોધતો હોય છે, પરંતુ આ મૂંગા જાનવરનું શું? કુદરત પણ દરેક વ્યવસ્થા કરે જ છે અને આ વ્યવસ્થા માટેનું બિડું ઝડપ્યું છે જૂનાગઢના બાબા મિત્ર મંડળ દ્વારા, જૂનાગઢનાં આ સેવાભાવી મિત્રો ગોળ વરીયાળી અને પાણી નાખી  રિક્ષા મારફત શહેરની ગાયો માટે પહોચતું કરવાનો ખુબજ સરસ વિકલ્પ શોધી કાઢ્યો છે,
આ તકે બાબા મિત્ર મંડળના સમીરભાઈ દતાણી, કીર્તિભાઈ પોપટ દ્વારા જણાવાયું હતું કે, અમે લોકો દાતાઓના સહકારથી ઉનાળાનાં દર રવિવારે ગાય માટે વરીયાળી અને ગોળનું સરબત બનાવી જૂનાગઢ શહેરમાં ફરીએ છીએ અને ગાયોને આ સરબત પિવડવિએ છીએ. જો કે બાબા મિત્ર મંડળ દ્વારા અનેક સેવાકીય પ્રવૃતિઓ કરવામાં આવે છે તેમાં પણ આ અનોખી સેવા અત્રે નોંધનીય છે.
સાગર નિર્મળ
જનતા કી જાનકારી
જૂનાગઢ

IMG_20220501_165655.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *