Gujarat

જૂનાગઢમાં દારૂના નશામાં બે શખ્સોએ યુવતી પર દુષ્કર્મ ગુજાર્યું

જૂનાગઢ
જૂનાગઢમાં બે શખ્સો દારૂના નશામાં યુવતી પર દુષ્કર્મ ગુજાર્યું હોવાની ઘટના સામે આવી છે. સાત હજાર રુપિયાની લેતી દેતીમાં શખ્સો દારૂ પીને યુવતીના ઘરે ધમાલ મચાવી હચી અને ત્યારબાદ ઇકો ગાડીમાં અપહરણ કરીને વંથલીથી વાડલા તરફ લઈ જઈ દુષ્કર્મ ગુજાર્યું હતું. જૂનાગઢમાં રહેતા બે મિત્રો હિતેન્દ્ર ઉર્ફ કાનો જાેષી અને હિમાંશુ ભોગાયતે યુવતી પાસે ૭૦૦૦ રૂપિયાની ઉઘરાણી બાબતે ઘરે જઈ દારૂ પીધેલી હાલતમાં યુવતીના ઘરે જઈ બળજબરીથી ઈકો ગાડીમાં બેસાડી વંથલીથી વાડલા તરફ લઈ જઈ દુષ્કર્મ ગુજાર્યાની ઘટના સામે આવી છે. આરોપી હિમાંશુનો બર્થ ડે હોય બંને આરોપી દારૂના નશામાં ધુત હતો. આરોપીઓ પોતાનું ભાન ભૂલી હિતેન્દ્ર ઉર્ફે કાનો જાેશી અને હિમાયુ શાંતિલાલ ભોગાયતે ઇક્કો ગાડી લઇ દારૂ પીધેલી હાલતમાં યુવતીના ઘરે જઈ ઘરની બહાર રાડો પાડી યુવતીને પોતાના રૂપિયા આપી દેવાનું કહેતા પાડોશીઓએ ભેગા થઇ યુવતીને બહાર જઇ વાત કરવાનું કહ્યું હતું. આથી યુવતી બન્ને આરોપીની સાથે તેમની ઇક્કો ગાડીમાં બેસી જતા આરોપી ગાડી વંથલી તરફ લઈ ગયા હતા અને ગીરીરાજ હોટલ પાસે હિમાંશુનો ડે હોય જેથી ઇક્કો ગાડીમાં મરજી વિરૂદ્ધ જબરજસ્તી દારૂ પીવડાવી માર મારી દુષ્કર્મ ગુજાર્યું હતું અને કોઇને કહેશે તો જાનથી મારી નાખીશું તેવી ધમકી આપી હતી. આ અંગે યુવતીએ ફરિયાદ નોંધાવતા પોલીસે બંને શખ્સોને ઝડપીને આગળની તપાસ હાથ ધરી છે.

File-02-Page-18.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *