જૂનાગઢ
જૂનાગઢ એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારના દોલતપરામાં જીજ્ઞેશ જગદીશ પરમારના ઘરમાંથી પોલીસે સફ્ળ રીતે ધો.૧૦-૧૨ ની બોર્ડની પરીક્ષા દરમિયાન જ ડમી પરીક્ષાર્થી બેસાડવાના કૌભાંડનો પર્દાફાશ કર્યા હતો. ત્યારબાદ અત્યાર સુધીમાં પોલીસે છ જેટલા શખ્સોને ઝડપી પાડ્યા છે. જેમાં તમામ ડમી તરીકે પરીક્ષા આપનાર અને જેના બદલે પરીક્ષા આપવામાં આવી હતી. તેવા રીપીટર વિદ્યાર્થીઓ જ હતા. આજે પોલીસે રાજકોટથી વધુ બે ઈસમોને પકડી ધરપકડ બતાવી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. જેમાં જામજાેધપુરના રીંગાણી ગામના રામા ઉર્ફે રામો અમૃત ચૌહાણ ઉ.૩૧ અને રાજકોટનો શ્યામ ઉર્ફે બાલો ભૂપત સરવૈયા ઉ.૨૨ ની ધરપકડ કરવામાં આવી છે. આ અંગે પોલીસે જણાવેલ કે, આ કેસમાં રામાની જગ્યાએ શ્યામે બોર્ડની પરીક્ષાનું પેપર આપ્યું હોવાનું સામે આવતા બંન્નેની ધરપકડ કરવામાં આવી છે. જાે કે હજુ કૌભાંડનો મુખ્ય સુત્રધાર રાજકોટની શાળાનો પ્રિન્સીપાલ રાજુ વ્યાસ ફરાર હોય તેને પકડવા પોલીસ તપાસ હાથ ધરી છે.ધો.૧૦-૧૨ ની બોર્ડની પરીક્ષામાં ડમી પરીક્ષાર્થી બેસાડવાના કૌભાંડમાં જૂનાગઢ પોલીસે વધુ બે શખ્સોની ધરપકડ કરી છે. આ અંગે ફરિયાદ નોધાયાના ઘણા દિવસો વિતી ગયા બાદ પણ કૌભાંડનો મુખ્ય સુત્રધાર રાજકોટનો આચાર્ય હજુ સુધી પોલીસને મળી રહ્યો નથી.
