ઔદ્યોગિક તાલીમ સંસ્થા જૂનાગઢ મહિલા ખાતે ૮૪ તાલીમાર્થીઓનો પદવિદાન સમારોહ યોજાયો હતો.
આ પદવિદાન સમારોહમાં મુખ્ય મહેમાન તરીકે ૧૮૧ અભયમના કાઉન્સેલર અરુણા કોલડીયા તેમજ મહિલા પોલીસ અસ્મિતાબેન ગોંડલીયા ઉપસ્થિત રહ્યા હતા. તેમણે તાલીમાર્થી બહેનોને પ્રેરણાત્મક ઉદબોધન આપેલ હતું.
આ તકે જૂનાગઢ ઔદ્યોગિક તાલીમ સંસ્થાના પૂર્વ તાલીમાર્થી અમિતાબેન નિકુંજભાઈ ઢોલરીયા એ પણ ઉપસ્થિત રહી અને સંસ્થા ખાતે મેળવેલ તાલીમથી સ્વરોજગાર મેળવે છે એમ જણાવી સંસ્થાનો આભાર વ્યક્ત કરેલ હતો અને જીવનમાં કૌશલ્ય મેળવવાનું મહત્વ તાલીમાર્થી બહેનોને સમજાવ્યું હતું.
