વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રીની કચેરી,જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, તેમજ સંયુક્ત બાગાયત નિયામકશ્રીની કચેરી, રાજકોટનાં સંયુક્ત ઉપક્રમે કીટકશાસ્ત્ર વિભાગ,જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીનાં તાંત્રિક સહયોગથી તા.૨૭-૨૮ સપ્ટેમ્બર, ૨૦૨૨ દરમ્યાન બે દિવસીય મધમાખી પાલન પર પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતુ.
આ પરિસંવાદનું ઉદ્દઘાટન ડો. વી.પી. ચોવટીયા, કુલપતિશ્રી, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી એ કર્યુ હતુ. આ ઉદ્દઘાટન કાર્યક્રમમાં ડો.એચ.એમ. ગાજીપરા, વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રી, શ્રી એચ.સી. ઉસદડીયા, નાયબ બાગાયત નિયામકશ્રી, ડો. ડી.એમ. જેઠવા, સહ સંશોધન વૈજ્ઞાનિકશ્રી, કીટકશાસ્ત્ર વિભાગ અને ડો. વાય.એચ. ઘેલાણી, સહ વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રી ઉપસ્થિત રહયા હતા.
આ પરિસંવાદમાં બાગાયત વિભાગના ૫૪ વર્ગ-૧ અને વર્ગ-૨ કક્ષાના અધિકારીશ્રીઓને મધમાખી પાલન પર તાલીમ આપવામાં આવી. હતી. ઉદ્દઘાટન પ્રસંગે ડો. વી.પી. ચોવટીયા, માન. કુલપતિશ્રીએ મધમાખીની પરપરાગીત પાકોનાં પરાગનયનમાં ઉપયોગીતા જણાવી હતી. ડો.એચ.એમ. ગાજીપરા, વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રીએ મધમાખીની વિવિધ પ્રજાતિઓ વિષેમાહિતી આપી હતી.
શ્રી એચ.સી. ઉસદડીયા, નાયબ બાગાયત નિયામકશ્રીએ રાજ્ય સરકારશ્રી દ્વારા તાજેતરમાં અમલમાં મુકાયેલ મિશન મધમાખી કાર્યક્રમ વિષે માહિતી આપી હતી. ડો.ડી.એમ. જેઠવા, સહ સંશોધન વૈજ્ઞાનિકે સમગ્ર પરિસંવાદનું તાંત્રિક સંચાલન તથા તેમના સાથી અધિકારીશ્રીઓએ મધમાખી પાલનના વિવિધ પાસાઓ પર વક્તવ્ય અને પ્રેક્ટીકલ દ્વારા તાલીમ આપી હતી. સમગ્ર પરિસંવાદને સફળ બનાવવા વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રીની કચેરી, કીટકશાસ્ત્ર વિભાગ અને નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરીના તમામ સ્ટાફે જહેમત ઉઠાવી હતી.
