જૂનાગઢ બ્રહ્માનંદજી જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર, જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી તથા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રીની કચેરીના સંયુક્ત ઉપક્રમે નેશનલ રૂરલ આઈ.ટી. ક્વિઝ-૨૦૨૨નું આયોજન કરવામાં આવ્યું છે. ભારત સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાયલ તથા ટાટા કંટલટલસી બેંગ્લોર દ્વારા સમગ્ર ભારત દેશમાં છેલ્લા ૧૩ વર્ષથી આ કાર્યક્રમ અમલમાં મુકવામાં આવ્યો છે. આ વર્ષે પ્રથમ શાળા કક્ષા એ ત્યારબાદ ઓનલાઈનના માધ્યમથી આ ક્વિઝનું આયોજન કરવામાં આવેલ છે.
વિજ્ઞાન અને ટેકનોલોજી તથા ઇન્ફોર્મેશન ટેકનોલોજીમાં વધુ ને વધુ જાગૃત થાય તેવા હેતુથી આ કવિઝ રમાડવામાં આવે છે. જેમા ધોરણ ૮ થી ૧૨ સુધીના વિદ્યાર્થીઓ ભાગ લઈ શકે છે. જેમાં શાળા કક્ષાએથી રજીટ્રેશન કરવાનું રહેશે.(રજીટ્રેશન માટે અહીં આપેલ નંબર પર સંપર્ક કરી લિંક મોકલવામાં આવશે 94294 33449) આ સ્પર્ધા ૧૫મી સપ્ટેમ્બર માસમાં રાજ્ય કક્ષામાં ઓનલાઇન માધ્યમથી યોજવામાં આવશે. ૧૦મી સપ્ટેમ્બર સુધીમાં શાળા કક્ષા એ સ્પર્ધા યોજી ટોપ ૪ વિદ્યાર્થીઓનું રજીટ્રેશન કરવી લેવું આ સ્પર્ધામાં ત્રણ તબક્કામાં યોજાશે. તો આ સ્પર્ધાનું મહત્વ સમજી આપના બાળકો, વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરી સારા ભવિષ્ય તરફ લઈ જશેફ. તેવા હેતુથી સરકારશ્રીએ અમલમાં મુકેલ છે. તેનું રજીસ્ટ્રેશન શરૂ કરવામાં આવેલ છે. જૂનાગઢ જિલ્લામાંથી વધુ ને વધુ વિદ્યાર્થીઓ ભાગ લે તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. તેવી લોક વિજ્ઞાન કેન્દ્ર ના કોઓર્ડીનેટર પ્રતાપસિંહ ઓરાની યાદીમાં જણાવેલ છે.
