Gujarat

જૂનાગઢ જિલ્લા તાલુકાના આઠ શિક્ષકોનું મંત્રીશ્રીના હસ્તે બહુમાન કરાયું

જૂનાગઢ ખાતે એન.પી ભાલોડિયા સ્કૂલમાં શિક્ષક દિન નિમિત્તે જૂનાગઢ જિલ્લાના શ્રેષ્ઠ શિક્ષકો – પ્રતિભાશાળી વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ પશુપાલન અને ગૌ સંવર્ધન રાજ્ય મંત્રીશ્રી દેવાભાઈ માલમના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો.

આ પ્રસંગે મંત્રીશ્રી દેવાભાઈ માલામે જણાવ્યું હતું કે, શિક્ષક હોવું જ સૌથી મોટું સન્માન છે. આપણી સંસ્કૃતિમાં આદિકાળથી  ગુરુનું સ્થાન મહત્વનું રહ્યું છે. માતા-પિતા પછી ગુરુને સ્થાન આપવામાં આવ્યું છે. તેમણે ચાણક્યના વિધાનને યાદ કરતા કહ્યું હતું કે શિક્ષક ક્યારેય સાધારણ નથી હોતો. વિકાસ અને વિનાશ શિક્ષકના હાથમાં હોય છે. બાળકનું ભાવિ, ભણતર અને ઘડતર શિક્ષકના હાથમાં છે. શિક્ષક વિદ્યાર્થીને જીવન પથ નો સાચો માર્ગ બતાવી રાષ્ટ્રના નિર્માણમાં મહત્વનો ફાળો આપે છે.

આ પ્રસંગે મંત્રીશ્રી દેવાભાઈ માલમ, મેયર શ્રીગીતાબેન પરમા,ર જૂનાગઢ જિલ્લા પંચાયત પ્રમુખશ્રી શાંતાબેન ખટારીયા, જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન શ્રીમધુબેન સાવલિયા પટેલ, કેળવણી મંડળના ચેરમેન શ્રી સવજી મેનપરા, ટ્રસ્ટી ડો. જસાણી,શ્રી રતિભાઈ મારડિયા,શ્રી કનુભાઈ સોરઠિયા,શ્રી કે.ડી.પંડયા,શ્રી જી.પી.કાઠી, ડેપ્યુટી કલેકટર સ્ટેમ્પ ડ્યુટી ચાંદનીબેન પરમાર, સહિતના મહાનુભાવોના હસ્તે જૂનાગઢ જિલ્લાના શ્રેષ્ઠ શિક્ષક માટે મંડલીકપુર પ્રાથમિક શાળાના શ્રી તુષાર અશોકભાઈ પંડ્યા, માંગરોળની પરમેશ વિદ્યાલયના શ્રી હિતેશભાઈ જીતેન્દ્રભાઈ અધ્વર્યુ, મેંદરડા તાલુકાની ચિરોડા પ્રાથમિક શાળાના શ્રી કિશોર નાથાભાઈ મકવાણા ને રૂપિયા ૧૫ હજાર નો ચેક, સાલ, પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા હતા.

જ્યારે તાલુકા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક માટે કન્યા શાળા નંબર ૪ ના શ્રી મયુરકુમાર હરસુખલાલ કવા, કોઠડી પ્રાથમિક શાળાના શ્રી દક્ષેશકુમાર જયંતીલાલ ભોજાણી, મટીયાણા પ્રાથમિક શાળાના શ્રીમતી પ્રિયંકાબેન રતિલાલ ભૂત, શ્રી ફુલરામાં પ્રાથમિક શાળાના શ્રી ભરતકુમાર ધરમણભાઈ ચાવડા, જુના ગળોદર પે સેન્ટર પ્રાથમિક શાળાના શ્રી કિંજલબેન દેવચંદભાઈ રાઠોડ નું સન્માન કરવામાં આવ્યું હતું.

આ તકે ધોરણ છ થી આઠ ના ૧૫ પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને મહાનુભાવોના હસ્તે પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું. તેમજ શ્રેષ્ઠ શિક્ષક તરીકે સન્માનિત થયેલ શ્રી ભરતકુમાર ચાવડા શ્રી કિશોરભાઈ મકવાણા એ પ્રતિભાવો આપ્યા હતા.

સમારોહના આરંભે સ્વાગત પ્રવચન જિલ્લા શિક્ષણાધિકારી જૂ  કુ.જે.ઝેઙ.કયાડા એ કર્યું હતું જ્યારે આભાર વિધિ જૂનાગઢ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી વી. ડી.ઘૂંચલાએ કર્યુ હતુ. કાર્યક્રમનું સંચાલન હારૂન વિહળે કર્યું હતું.

Shresht-shikshak-sanman-4.JPG

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *